સુપ્રીમ કોર્ટના અપમાન મામલે રાહુલ ગાંધીએ પોતાની ભૂલ સ્વીકારી


નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2019, મંગળવાર

સુપ્રીમ કોર્ટના અપમાન મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે. રાહુલ ગાંધી માટે કોર્ટમાં હાજર થયેલા વકિલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, તેમણે નિવેદન ભૂલથી આપ્યું છે, તે મારી ભૂલ હતી. સુપ્રીમ કોર્ટે અપમાન મામલે રાહુલ ગાંધી તરફથી આપવામાં આવેલા શપથપત્રથી સંતોષ માન્યો છે.

રાહુલ ગાંધી તરફથી અપમાન મામલે આપવામાં આવેલા શપથપત્રમાં પોતાના નિવેદન પર ખેદ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરનાપી મિનાક્ષી લેખીના વકિલ મુકુલ રોહતગદીએ શરત વગર માફીની માંગ રાખી છે,. રાહુલ ગાંધીના વકિલે કહ્યું છે કે, તેઓ શપથ પત્રમાં માફી શબ્દ પણ ઉમેરે. આ મામલે આગામી સુનવણી 6 મે સુધી સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધીના વકિલ અભિષેક મનું સિંધવી તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રાહુલ ગાંધી આ મામલે નવું શપથપત્ર 6 મેએ દાખલ કરશે. 

નોંધનીય છે કે, રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી મંજુર થયા બાદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે, ચૌકીદાર ચોર છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપના નેતા મિનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના અપમાનની ફરિયાદ કરી હતી.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WgInxM
via Latest Gujarati News

Post a Comment

0 Comments