
નવી દિલ્હી, 30 એપ્રિલ 2019, મંગળવાર
લોકો લગ્ઝરી લાઈફ જીવવા માટે મોંઘા ઘર, મોંઘી ગાડી અને અન્ય વસ્તુઓ વસાવે છે અને ખરીદે છે. પરંતુ તેમ છતા માણસની ઈચ્છાઓ અને શોખ પૂરા થઈ શકતા નથી. લોકોની આવી જ ઈચ્છા અને મોંઘા શોખ પૂરા કરવા માટે જાપાનમાં એક પ્રયોગ કરવામાં આવ્યો છે.
જે લોકો લગ્ઝરી લાઈફનો અનુભવ કરવા માંગે છે તેમના માટે અહીં સોનાનું બાથટબ રાખવામાં આવ્યું છે. એક રેસ્ટોરન્ટ માટે તૈયાર કરેલા બાથટબની પહોળાઈ 130 સેમી અને ઊંડાઈ 55 સેમી છે. ગ્રાહકો 1થી 10 કલાક માટે તેને ભાડું આપી બુક કરાવી શકે છે. આ બાથટબમાં નહાવાના 1 કલાકના 3 હજાર રૂપિયા આપવા પડે છે. આ બાથટબ 50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
આ ટબનું વજન 154 કિલો છે. આ દુનિયાનું પહેલું બાથટબ છે જે 18 કેરેટ સોનાથી બન્યું છે. ચીન અને દક્ષિણ કોરિયાના પ્રવાસીઓને ધ્યાનમાં રાખી અને તેને બનાવવામાં આવ્યું છે. જાપાન આવતા પ્રવાસીઓ આ બાથટબની માંગ સૌથી વધારે કરવા લાગ્યા છે. આ બાથટબને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે. આ બાથટબ બનતા 8 મહિનાનો સમય લાગ્યો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PFw7ok
via Latest Gujarati News
0 Comments