૧૧ એપ્રિલે થનારી પ્રથમ તબક્કાની લોકસભા ચૂંટણી માટેના પ્રચારનો અંત


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૯

૧૮ રાજ્યો અને  બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૧ એપ્રિલે થનારી લોકસભા ચૂંટણી માટેના પ્રચારનો અંત આવી ગયો છે. આંધ્ર પ્રદેશની ૧૭૫, સિક્કિમી ૩૨ અને ઓડિશાની ૨૮ બેઠકો માટે પણ લોકસભાની ચૂંટણીની સાથે જ ૧૧ એપ્રિલે મતદાન થશે. 

૧૧ એપ્રિલે આંધ્ર પ્રદેશની તમામ ૨૫ લોકસભા બેઠકો અને તમામ ૧૭૫ વિધાનસભા બેકો માટે મતદાન થશે. તેલંગણાની તમામ ૧૭ લોકસભા બેઠકો ઉપર પણ ૧૧ એપ્રિલે જ મતદાન થશે. 

પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશની આઠ લોકસભા બેઠક પર મતદાન થશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં ભાજપે આ આઠેય બેઠકો જીતી લીધી હતી. જો કે ગયા વર્ષે થયેલી પેટા ચૂંટણીમાં તેને કૈરાનાની બેઠક ગુમાવવી પડી હતી.

૧૧ એપ્રિલે ઉત્તરાખંડની પાંચ લોકસભા બેઠક પર ચૂંટણી યોજાશે. ભાજપે ૨૦૧૪માં પાંચેય બેઠકો પર વિજય મેળવ્યો હતો. 

ુપ્રથમ તબક્કા હેઠળ ૧૧ એપ્રિલે મહારાષ્ટ્રની સાત, બિહારની ચાર, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, મેઘાલય અને અરૃણાચલ પ્રદેશની બે-બે લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. 

૧૧ એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી ૧૮ એપ્રિલે બીજા, ૨૩ એપ્રિલે ત્રીજા, ૨૯ એપ્રિલે ચોથા, ૬ મેના રોજ પાંચમા, ૧૨ મેના છઠ્ઠા અને ૧૯ મેના રોજ સાતમા તબક્કાની ચૂંટણી થશે. ૨૩ મેના રોજ તમામ ૫૪૩ બેઠકોની ગણતરી કરવામાં આવશે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kk8Nx1
via Latest Gujarati News

Post a Comment

0 Comments