ભોપાલ, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણ એક ચૂંટણીસભા દરમિયાન કલેક્ટરને ધમકી આપી બેઠાં. શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરને છિંદવાડાના ઉમરેઠમાં ઉતરવાની મંજૂરી આપવામાં ન આવી અને તેમણે ત્યાં સડકમાર્ગે પહોંચવું પડ્યું.
બાદમાં રેલીમાં કલેક્ટરને ધમકા આપતા શિવરાજસિંહે કહ્યું કે બંગાળમાં મમતાદીદી હેલિકોપ્ટર ઉતરવા દેતાં નહોતાં. હવે મમતા દીદી બાદ કમલનાથ દાદા. એ પિઠ્ઠું કલેક્ટર સાંભળી લે, અમારા દિવસો પણ જલ્દી આવશે, ત્યારે તારું શું થશે?
જાણવા મળ્યા મુજબ શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરે સાંજે 5:30 વાગ્યે લેન્ડ કરવાનું હતું પરંતુ બાદમાં તેમને જાણકારી આપવામાં આવી કે તેઓ પાંચ વાગ્યા પછી હેલિકોપ્ટર લેન્ડ નહીં કરી શકે. આમ હેલિકોપ્ટરને ઉતરવા દેવાની મંજૂરી ન મળતા શિવરાજસિંહને છિંદવાડાના ઉમરેઠ ખાતે ચૂંટણીસભામાં સડકમાર્ગે પહોંચવાની ફરજ પડી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ISbQu8
via Latest Gujarati News
0 Comments