વારાણસી, તા. 24 એપ્રિલ 2019, ગુરૂવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019માં નામાંકન ભરવા એકવાર ફરી વારાણસી પહોંચી રહ્યાં છે. ઉમેદવારી નોંધાવતા પહેલા ભવ્ય રોડ શો કરી બીજેપી તેમના રોડ શોને ઇતિહાસમાં માઇલ સ્ટોન બનાવવાના તમામ પ્રયત્ન કરી રહ્યાં છે.
બીજેપીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શોને મેગા રોડ શો બનાવવા માટે મોટા પાયે વ્યવસ્થા કરી છે. બીજેપી પીએમ મોદીના નામાંકનથી પહેલા વિપક્ષને તે સાબિત કરવાના પ્રયત્ન કરી રહીં છે કે એનડીએ અને મોદી લહેર આજે પણ કાયમ છે. વડાપ્રધાન મોદી ઔપચારિક રીતેથી વારાણસી સંસદીય બેઠકથી ચૂંટણીના રણ મેદાનમાં નામાંકન ભરશે.
વડાપ્રધાન બાબતપુર એરપોર્ટ પહોંચ્યાં બાદ હેલીકોપ્ટરથી બીએચયૂ હેલીપેડ પહોંચશે. ત્યાંથી તેઓ રોડ માર્ગે લંકા પહોંચશે. વડાપ્રધાનના રોડ શોમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેય, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, સુષ્મા સ્વરાજ, પીયૂષ ગોયલ, જેપી નડ્ડા, મનોજ સિન્હા, અનુપ્રિયા પટેલ, કેશવ મૌર્ય, હેમામાલિની, મનોજ તિવારી, દિનેશલાલ યાદવ નિરહૂઆ, રવિકિશન વગેરે શામેલ થશે. રોડ શો લંકાથી અસ્સી, શિવાલા, સોનારપુરા, મદનપુરા, ગોદૌલિયા થઇ દશાશ્વેમેધ ઘાટ પહોંચશે, જ્યાં વડાપ્રધાન સહિત તમામ લોકો ગંગા આરતીમાં સામેલ થશે. અહીંથી વડાપ્રધાન મોદી હોટલ ડિ પેરિસ જશે.
26 એપ્રિલે વડાપ્રધાન હોટલ ડિ પેરિસમાં બૂથ અધ્યક્ષો અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યાંથી તેઓ કાલ ભૈરવ મંદિર જશે અને દર્શન કર્યાં બાદ નામાંકન માટે નિકળશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IDF4xD
via Latest Gujarati News
0 Comments