
નવી દિલ્હી, 25 એપ્રિલ 2019, ગુરુવાર
25 એપ્રિલને વર્લ્ડ મેલેરિયા ડે તરીકે ઉજવવામાં આવે છે. મલેરિયા મચ્છરના કારણે ફેલાતો રોગ છે. આ રોગના લક્ષણો ઓળખી જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે ઘાતક સાબિત થાય છે. મલેરિયા થાય ત્યારે વ્યક્તિ તાવ, ઠંડી લાગવી, માથાનો દુખાવો, ઉલટી, સ્નાયૂના દુખાવા, થાક, છાતીમાં દુખાવો થવા જેવી તકલીફો અનુભવે છે. આજે વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે જાણીએ મલેરિયાના સામાન્ય કારણો, લક્ષણો અને તેને રોકવાના ઉપાયો વિશે.
વર્ષ 2019ની વિશ્વ મલેરિયા દિવસની થીમ 'ઝીરો મલેરિયા સ્ટાર્ટ વિથ મી' છે. એટલે કે મલેરિયાને નાબૂત કરવા માટે દરેક વ્યક્તિ બરાબર રીતે પ્રયાસ કરે અને તેને આગળ વધતો અટકાવે. આ દિવસની ઉજવણી કરવાનું કારણ પણ આ બીમારીને નિયંત્રિત કરવાનું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ 106 દેશોમાં 3.3 બિલિયન લોકોને મલેરિયાથી જોખમ ઊભું થાય છે. વર્ષ 2012માં મલેરિયા 6 લાખથી વધારે આફ્રીકી બાળકોના મોત થયા હતા. એશિયા, લૈટિન અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે યૂરોપના કેટલાક ભાગ પણ આ જીવલેણ રોગથી પ્રભાવિત છે.
મલેરિયા થવાના કારણે
મલેરિયા મચ્છરના કરડવાથી ફેલાતો રોગ છે. જે વ્યક્તિને મલેરિયા હોય તેને મચ્છર કરડે એટલે મચ્છર પણ મલેરિયાથી સંક્રમિત થાય છે અને આ મચ્છર જ્યારે અન્યને કરડે છે તો તે વ્યક્તિને પણ મલેરિયા થાય છે. મલેરિયા પરજીવીને પ્રસારિત કરવાની પ્રવૃત્તિ રાખે છે. આ પરજીવી જ્યારે શરીરમાં પ્રવેશે છે ત્યારે લીવરમાં જાય છે અને તે લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે છે. આ પરજીવી પરીપક્વ થાય છે તો તે લાલ રક્ત કોશિકાઓને સંક્રમિત કરે છે અને ત્યાર બાદ શરીરમાં મલેરિયાના લક્ષણ દેખાવા લાગે છે.
મલેરિયાથી કેવી રીતે બચવું
મચ્છરનો ઉપદ્રવ હોય ત્યાં જવાનું ટાળવું. વૃદ્ધ, નાના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓને મલેરિયા ઝડપથી લાગૂ પડી જાય છે. બહાર જવાનું થાય ત્યારે આખા કપડા પહેરવા.
મલેરિયાથી બચવાના ઘરગથ્થુ ઉપાય
આદુ આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આદુનું સેવન કરવાથી ઈન્ફેકશનથી લડવાની શક્તિ શરીરને મળે છે. આદુમાં સક્રિય ઘટક અને જિંજરોલ હોય છે જેમાં એન્ટી ઈફ્લેમેટરી અને એન્ટી બેક્ટીરિયલ ગુણ હોય છે જેના કારણે શરીરને મલેરિયા સામે લડવા માટે મજબૂત કરે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ISdaNC
via Latest Gujarati News
0 Comments