ના હોય, પૌત્રના હૉમવર્કે દાદીને બનાવ્યાં કરોડપતિ!

આ દુનિયામાં રોજે કંઇક ને કંઇક એવું બનતું હોય છે જે આપણી કલ્પના બહાર હોય. આવું જ કેનેડાના એક દંપત્તિ સાથે થયું. વાત એવી છે કે કેનેડામાં એક કપલે પુસ્તકના પાનાંઓમાં મહિનાઓથી ગુમ પડેલી લૉટરી ટિકિટથી 10 લાખ કેનેડાઈ ડૉલર જીતી લીધાં છે. નિકોલ પેડનૉલ્ટ નામની આ મહિલા પૌત્રના હોમવર્કમાં એને મદદ કરી રહી હતી ત્યારે જ એને આ લૉટરીની ટિકિટ મળી. હવે જાણીએ કે કેવી રીતે બેન બન્યાં કરોડપતિ....


વાત એમ છે કે આ ટિકિટ કપલે આ ટિકિટ 2018માં વેલેન્ટાઈન્સ ડે પર ખરીદી હતી. પુડનોલ્ટનું કહેવું છે કે જો મારા પૌત્રએ હોમવર્કમાં મારી મદદ ના માગી હોત તો લોટરીની ટિકિટ મને ક્યારેય ના મળી હોત. લોટો ક્યૂબેક સંગઠને 3 એપ્રિલે આ કપલે 7.5 અમેરિકન ડોલર (આશરે 5 કરોડ 16 લાખ રૂપિયા) જીતવાની ઘોષણા કરી હતી.  નિકોલ પેડનૉલ્ટ અને રૉજર લારોકે પાસે 2018ની એ ટિકિટ ક્યાં મુકાઈ છે તે યાદ નહોતું. આ જ ટિકિટ પર 10 લાખ કેનેડાઈ ડૉલરનું ઇનામ લાગ્યું છે. આ ઘટનામાં ખાસ વાત એ છે કે પેડનોલ્ટ ડબલ લકી છે કારણ કે એક તો એમને આટલું મોટું ઇનામ મળ્યું છે અને બીજું કે આ ટિકિટ એની એક્સપાયરી ડેટ પૂરી થવાના થોડાં દિવસો પહેલા જ પાછી મળી હતી.

લૉટરીનો આવો કિસ્સો તાજેતરમાં જ મેરિલેન્ડ, યૂએસએમાં પણ સામે આવ્યો છે. અહીં વનેસા વાર્ડ સાથે બન્યું. આ બહેન પોતાના ઘર નજીકના ફૂડ સ્ટોરમાં ગયા. ફ્લાવર ખરીદતાં ખરીદતાં એમણે લૉટરીની સ્ક્રેચ ટિકિટ ખરીદવાનું વિચાર્યું. ઘરે આવીને એમણે એને સ્ક્રેચ કરી તો ખબર પડી કે એમને આ ટિકિટથી 1.58 કરોડ રૂપિયા જીતી લીધા છે.



from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IFGEiv
via Latest Gujarati News

Post a Comment

0 Comments