
નવી દિલ્હી, 24 એપ્રિલ 2019, બુધવાર
ભારતીય દૂરસંચાર વિનિયામક પ્રાધિકરણના ચેરમેન આરએસ શર્માના જણાવ્યાનુસાર વોટ્સએપ અને સ્કાઈપ જેવી ઓટીટી સેવાઓને ટ્રાયના નિયમો હેઠળ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી માસના અંત સુધીમાં આ અંગે નિર્ણય લઈ લેવામાં આવશે. શર્માએ વધુમાં જણાવ્યાનુસાર ટ્રાયએ યૂરોપીય સંધની નિયામકીય સંસ્થા અને અન્ય દેશોમાં પ્રચલિત સૌથી સારી વ્યવસ્થાનું અધ્યયન કર્યું છે. આ અંગે નિર્ણય લેતા પહેલા દુનિયામાં પ્રતલિત શ્રેષ્ઠ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખવામાં આવશે.
ઓટીટી એવી એપ અને સેવાઓને કહેવાય છે જે ઈંટરનેટના માધ્યમથી ઉપયોગમાં આવે છે. ઈંટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓના આધારે આ એપ ચાલે છે. આ એપ અંતર્ગત લોકપ્રિય વોટ્સએપ, વિબર, હાઈક અને સ્કાઈપ જેવી સેવાઓ આવે છે. હાલ ટ્રાય આ મુદ્દે ચર્ચાઓ કરી રહ્યું છે.
જો કે આ મામલે સૌથી મોટો મુદ્દો વિનિયામકીય અસંતુલનનો છે. આ સંબંધમાં પ્રશ્ન એ થાય છે કે શું નિયમન હેઠળ આવતા લાયસન્સ વાળા દૂરસંચાર સેવા આપતી કંપનીઓની સરખામણીમાં ઓટીટી સેવા આપતી સંસ્થા ખુલી છૂટ નથી આપતી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2URhtjs
via Latest Gujarati News
0 Comments