એંડ્રોયડ અને આઈફોન યૂઝર્સ આ રીતે બંધ કરી શકે છે લોકેશન ટ્રૈકિંગ


નવી દિલ્હી, 24 એપ્રિલ 2019, બુધવાર

મોબાઈલ લોકેશન ટ્રેક કરી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓએસ કંપનીઓ પોતાના ઉપયોગકર્તાઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા ઈચ્છે છે. પરંતુ ટેકનોલોજીના આ યુગમાં યૂઝર્સની પ્રાઈવસી જોખમમાં પણ મુકાઈ જાય છે. એટલા માટે જ જરૂરી છે કે એંડ્રોયડ અને આઈઓએસમાં લોકેશન ટ્રેકિંગ બંધ કરવામાં આવે. આ કામ કરવા માટે ખાસ વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે લોકેશન ટ્રેકિંગ બંધ કરી શકાય.

એંડ્રોયડ

1. સૌથી પહેલા સ્માર્ટફોનમાં સેટિંગમાં જવું. 

2. ગૂગલ વિકલ્પ પર ક્લિક કરો.

3. ગૂગલ અંદર ગૂગલ અકાઉંટ પર ટચ કરો.

4. તેની ઉપર આપેલા Data and personalisation વિકલ્પ પસંદ કરો.

5. સ્ક્રીનની વચ્ચે location history પર ક્લિક કરો. 

6. નવી સ્ક્રીન ઓપન થશે તેમાં web and activityને પોઝ કરો.

સ્માર્ટફોનના સેટિંગ્સમાં જશો એટલે તેમાં રિવ્યૂ યોર પ્રાઈવસી આવશે તેમાં ક્લિક કરવાથી તમે જાણી શકો છો કે ફોન કઈ કઈ જાણકારી સ્ટોર કરી રહ્યો છે. 

આઈફોન

1. આઈફોનમાં સેટિંગ્સમાં જવું.

2. પ્રાઈવસી સિલેક્ટ કરો.

3. લોકેશન હિસ્ટ્રી ઓફ કરો.

4. એપની યાદી આવશે જેમાં લોકેશન ટ્રેક થાય છે.

5. જરૂરી ન હોય તે તમામ એપ માટે લોકેશન ઓફ કરી દો.





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GEpfVi
via Latest Gujarati News

Post a Comment

0 Comments