
નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019, બુધવાર
લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાના કારણે સામાન્ય લોકો પર મોંઘવારીનો માર પડી શકે છે. અમેરિકાએ ભારત સહિત અન્ય દેશોને ઇરાનથી કાચું તેલ આયાત કરવાને લઇને મળેલી સમય મર્યાદા આગળ નહી વધારવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય બઝારમાં કાચા તેલની કિંમતમાં ત્રણ ટકાની તેજી આવી છે. જે 6 મહિનાની સર્વોચ્ચ સપાટી પર છે. કાચા તેલની કિંમતોમાં તેજી આગળ પણ શરૂ રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઇ શકે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W448Rt
via Latest Gujarati News
0 Comments