26 એપ્રિલે રોડ શો કરી નરેન્દ્ર મોદી વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે


નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019, બુધવાર

લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી ફરી કાશીમાંથી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. વડાપ્રધાન મોદી 26 એપ્રિલે રોડ શો કરી વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે. મોદી 2 દિવસના કાર્યક્રમમાં કુલ 24 કલાક વારાણસીમાં રહેશે અને 26 એપ્રિલે તેઓ ઉમેદવારી પત્ર ભરશે.

25મી તારીખે તેઓ વારાણસી પહોંચી રોડ-શો કરશે. જે બાદ ગંગા આરતી કરશે અને સમ્મિલન કાર્યક્રમમાં મહેમાનોને સંબોધિત કરશે. જ્યારે 26 તારીખે ઉમેદવારી પત્ર ભરશે. નોંધનીય છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ વારાણસીથી ચૂંટણી લડવાના છે તે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે જો પ્રિયંકા ગાંધી અહીંથી ચૂંટણી લડશે તો અહીંની ચૂંટણી પર સૌની નજર રહેશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XEZKZy
via Latest Gujarati News

Post a Comment

0 Comments