
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર
આંઘ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડૂએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને આંઘ્રના ચૂંટણી અધિકારીઓને તેમની મર્યાદામાં રહેવા આદેશ કરવા વિનંતી કરી હતી.
તેમણે કહ્યું હતું કે રાજ્ય ચૂંટણી અધિકારીઓ સરકારના કામમાં દખલગીરી કરે છે. મુખ્ય ચૂંટમી કમિશનરને લખેલા એક પત્રમાં નાયડુએ ફરીયાદ કરતાં કહ્યું હતું કે તેઓ માધ્યમોમાં હાસ્યાસ્પદ અને એક તરફી નિવેદનો કરે છે. તેઓ એમ કહે છે કે મુખ્ય પ્રધાન પાસે ચૂંટણી દરમિયાન વિભાગના કામની સમીક્ષા કરવાનો કોઇ અધિકાર નથી તેમજ રાજ્ય પોલીસને મુખ્ય પ્રધાનને રિપોર્ટ કરવાનો કોઇ જરૃર નથી.
આંઘ્ર પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ ૧૧ એપ્રિલે યોજાઇ હતી. મત ગણતરી ૨૩ મેના રોજ થશે.'મત ગણતરી પહેંલા ૪૨ દિવસનો અસાધારણ અંતર હોવાથી સામાન્ય વહીવટી કામકાજને રોકવું ના જોઇએ અને તમામ કામગીરી બંધ થઇ જાય તેવું ના કરવું જોઇએ'એમ નાયડૂએ મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં કહ્યું હતું.રાજ્યમાં ચૂંટણી થઇ ગયા પછી મુખ્ય મંત્રીએ પાણીનું પાણી, પોલાવરણ પ્રોજેક્ટ અને નવા પાટનગરના બાંધકામ જેવા જાહેર મહત્ત્વના કામની સમીક્ષા કરવાની શરૃઆત કરી દીધી હતી.
પરંતુ મુખ્ય ચૂંટણી અધિકારીની ટીપ્પણીઓ સાંભળી આઘાત લાગ્યો હતો અને આશ્ચર્ય પણ થયું હતું.'મુખ્ય મંત્રી સમીક્ષા બેઠકો ભરી ના શકે એવી આચાર સંહિતામાં કોઇ જ જોગવાઇ નથી.હું ફરજથી બંધાયેલો છું અને બેઠકોની સમીક્ષા કરી શકું છું. પરંતુ મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા માધ્યમોમાં જે રીતે ખોટી ખોટી વાતો કહેવામાં આવે છે તે જોઇ-જાણીને સબંધિત અધિકારીઓ મંુઝાઇ જાય છે'એમ કહીને નાયડુએ આંઘ્ર પ્રદેશના ચૂંટણી અધિકારીને તેમની મર્યાદામાં રહેવા તાકીદ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UE8VYk
via Latest Gujarati News
0 Comments