મુંબઈ, તા. 23 એપ્રિલ, 2019, મંગળવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચા ઉતર્યા હતા. કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવવધતા અટકી ઘટાડા પર હતા. વિશ્વ બજારમાં જો કે ડોલર ઈન્ડેક્સ ઉંચો જતાં વૈશ્વિક સ્તેર સોનામાં ઉછાળે ફંડવાળા ફરી વેંચવા આવ્યાના નિર્દેશો હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ ૬૯.૬૬ વાળા ૬૯.૬૨ ખુલી રૂ.૬૯.૮૪ રહ્યા પછી નીચામાં ભાવ ૬૯.૫૩ થઈછેલ્લે બંધ રૂ.૬૯.૬૨ હતા. ડોલરના ભાવ ૪ પૈસા ઘટયા હતા.
જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ પાંચ પૈસા વધી રૂ.૯૦.૫૩થી ૯૦.૫૪ હતા. જોકે યુરોના ભાવ આજે ૪ પૈસા ઘટી રૂ.૭૮.૩૨થી ૭૮.૩૨થી ૭૮.૩૩ રહ્યાના નિર્દેશો હતા.જોકે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધી ઉંચામાં ૯૭.૭૦થી ૯૭.૭૫ થતાં ચાલુવર્ષની નવી ઉંચી સપાટીઆ ઈન્ડેક્સમાં જોવા મળી હતી. આના પગલે વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઘટી ઔંશના ૧૨૭૧.૭૦ થી ૧૨૭૨.૮૦ ડોલર બોલાયા હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઘટી નીચામાં સાંજે ભાવ ૧૪.૯૦થી ૧૪.૯૧ ડોલર હતા.
વિશ્વ બજારની પીછેહઠ તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલરની પીછેહઠના પગલે મુંબઈ ઝવેરી બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ફરી નીચા ઉતર્યા હતા. નવી માગ ધીમી હતી. સોનાનાભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૫.૮૫ વાળા રૂ.૩૧૪૬૧ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૭૧૨ વાળા ૩૧૫૮૭ હતા. જીએસટી સાથેેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૪૬૦ વાળા રૂ.૩૭૨૪૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ ૩૭૨૦૦થી ૩૭૨૫૦ તથાજીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૨૦૦ ઉંચા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઘટી સાંજે ઔંશના ૯૦૦ ડોલરની અંદર ઉતરી ૮૮૯.૨૦થી ૮૮૯.૩૦ ડોલર હતા. પેલેડીયમના ભાવ ઘટી સાંજે ૧૪૦૦ ડોલરની અંદર ૧૩૮૦.૩૦થી ૧૩૮૦.૪૦ ડલર રહ્યાના સમાચાર હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવજે વધી ઉંચામાં ૬ મહિનાની ટોચે પહોંચ્યા હતા તે આજે ઉંચા મથાળેથી ફરી નીચા ઉતરતાં તેની અસર સોનાના ભાવપરજોવા મળી હતી. ક્રૂડતેલના ભાવ ઉંચેથી નીચા ઉતરી સાંજે ભાવ બેરલદીઠ બ્રેન્ટક્રૂડના ૭૪.૦૫થી ૭૪.૧૦ ડોલર હતા. જ્યારે ન્યુયોર્કના ભાવ ઘટી સાંજે ૬૫.૬૦થી ૬૫.૬૫ ડોલર હતા.
ચીનથી મળતા સમાચાર મુજબ વેપાર-ઉદ્યોગને વધુ સ્ટીમ્યુલ્સ સપોર્ટ આપવામાં નહિં એવા નિર્દેશો વહેતાં થતાં વિશ્વબજારમાં કોપર સહિતની ઈન્ડસ્ટ્રીયલ ધાતુઓ આજે ઉંચા મથાળેથી નરમ બોલાયા હતા. કોપરના ભાવ ન્યુયોર્ક વાયદાના સાંજે ૦.૦૫થી ૦.૧૦ ટકા નરમ હતા. લંડન બજારમાં કોપરના ભાવ ઘટી ટનના ૩ મહિનાના વાયદાના આજે ૬૪૩૫થી ૬૪૪૦ ડોલર હતા.
કોપરનો સ્ટોક જોકે આજે૯૨૫ ટન ઘટયો હતો જોકે જસતનો સ્ટોક ૩૨૫૦ ટન વધ્યો હતો હિન્દુસ્તાન ઝીંકે જસતના ભાવ ટનના સોમવારે રૂ.૬૫૦૦ ઘટાડયા હતા સીસાના ભાવ રૂ.૮૦૦ ઘટાડયા હતા. રશિયાના સમાચાર મુજબત્યાં સરકારે માર્ચમાં ૧૯થી ૨૦ ટન સોનાની ખરીદી કરી છે. ઓસ્ટ્રેલિયાની સોનાની ખાણમાં ઉત્પાદન ઘટયાના સમાચાર હતા. બ્રેન્ટક્રૂડના ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં ૪૦ ટકા વધી ગયા છે. જોકે આજે ભાવ ૬ મહિનાની ટોચથી નીચા ઉતર્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DoWKZF
via Latest Gujarati News
0 Comments