તેલંગાણા અને તામિલનાડૂના હળદરની ખેતી કરનાર 100થી વધુ ખેડૂતો મોદી સામે ચૂંટણી લડશે


(પીટીઆઇ) હૈદરાબાદ, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર

પોતાની સમસ્યાઓ તરફ સત્તાવાળાઓનું ધ્યાન દોરવાના પ્રયાસમાં તેલંગાણા અને તામિલનાડૂના એક સો ઉપરાંત હળદર પકવતા ખેડૂતો વડા પ્રધાન મોદી સામે વારાણસીમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડશે.

ટર્મેરિક ફાર્મર્સ એસોસિએશન ઓફ ઇન્ડીયાના પ્રમુખ પી.કે. દૈવાસિગમણીના જણાવ્યા અનુસાર, આ ખેડૂતો ૨૯ એપ્રિલે પોતાના ઉમેદવારી પત્રકો ભરશે.હાલમાં તેઓ ઉમેદવારી કરવા જરૃરી ભંડોળ ભેગું કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે વારાણસીમાં ૧૯ મેના રોજ  છેલ્લા તબક્કામાં ચૂંટણી યોજાશે.

'સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની, ખેડૂતોને હમેંશા મુશ્કેલી જ પડે છે.હમેંશા તેમની અવગણના જ કરાય છે.હવે તેમની સમસ્યા તરફ વડા પ્રધાનનું ધ્યાન દોરવા માટે તેંલગાણાના ૫૦ અને તામિલનાડૂના ૫૦ ખેડુતો વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડશે'એમ તેમણે ક્હયું હતું. 

પીકે ના જણાવ્યા અનુસાર, તેઓ ખેડૂતોની સમસ્યાઓને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરે છે. તેમને ક્યારે પણ તેમની ઉપજના પુરતા પૈસા મળ્યા જ નહતા. તેમણે દાવો કર્યો હતો કે સરકારી યોજનાઓની વાત હોય તો કહી શકાય કે આખા દેશમાં  ં  ખેડૂતોની અવગણના જ કરાય છે.

 ગયા વર્ષે ૩૮૧ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. શાસક તેલંગાણા રાષ્ટ્રીય સમિતિની વિરૃધ્ધમાં  ૧૧ એપ્રિલમાં લોકસભાની ચૂંટણીમાં નિઝામાબાદમાંથી  ૧૭૭ ખેડૂતોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L0CtzV
via Latest Gujarati News

Post a Comment

0 Comments