
નવી દિલ્હી, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર
આર્થિક સંકટના લીધે બંધ થઇ ગયેલ વિમાન સેવા જેટ એરવેઝને ફરી જીવિત કરવા માટે વિદેશની ધરતી પરથી ઓફર આવી છે. એક બ્રિટીશ ઉદ્યોગ સાહસિકે આ માટે ઓફર કરી છે.
જેસન અંસવર્થ નામના બ્રિટીશ વ્યક્તિએ આ અંગે જેટ એરવેઝના સીઇઓ વિનય દુબેને લેખિતમાં કંપનીના શેર ખરીદવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. આ પહેલા પણ જેસન જેટ એરવેઝમાં રોકાણ માટેની પોતાની ઇચ્છા જાહેર કરી ચૂક્યા છે. જેસને જણાવ્યુ કે આ વખતે વિનય દુબેએ તેને આ અંગે જવાબ આપ્યો છે અને તેઓ સંપર્કમાં રહેશે તેવી જાણ કરી છે.
જેસને ૨૦૧૫ના વર્ષમાં એટમોસ્ફીયર ઇન્ટરકોન્ટીનેન્ટલ એરલાઇન્સ નામના સ્ટાર્ટઅપની શરૃઆત કરી હતી. જે લંડનના સ્ટૈનસ્ટેડ એરપોર્ટ પરથી વિમાન સેવા શરૃ કરવાની તૈયારીમાં છે. જેસનની આ ઇચ્છા જેટ એરવેઝના કર્મચારીઓ અને શેરધારકો માટે સારા સમાચાર છે. ગત ૧૭ એપ્રિલના રોજ જેટ એરવેઝ બંધ થઇ છે. ઉપરાંત લોકોની ઓછી રૃચિના કારણે તેની નીલામી પ્રક્રિયા પણ ખતરામાં છે.
કંપનીના બંધ થવાથી તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ ૨૦ હજારથી પણ વધારે લોકોના ભવિષ્ય સામે સવાલ ઉભા થયા છે. આ બધા વચ્ચે જેસને એક વેબસાઇટને જણાવ્યુ છે કે તેની ઇચ્છા છે કે જેટ અરવેઝના સ્ટાફને તેમનો પગાર મળે, વધારે નુકશાન થાય તે પહેલા કામ શરૃ થવું જરૃરી છે. હવે જોવું રહ્યુ કે જેસનની આ રજુઆતને કંપનીના અધિકારીઓ કેટલી ગંભીરતાથી લે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VmTmbQ
via Latest Gujarati News
0 Comments