
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર
વર્ષ ૨૦૧૩માં આમ આદમી પાર્ટીની ટિકિટ માંગનાર એક દાવેદારે કરેલા અપારાધિક અવમાનના કેસમાં હાજર રહેવા માટે દિલ્હીની એક કોર્ટે આજે મુખ્ય પ્રધાન કેજરીવાલ, તેમના સહાયક મનીષ સિસોદિયા એ અન્યો સામે બિન જામીન પાત્ર વોરન્ટ જારી કર્યા હતા.
અધિક ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ સમર વિશાલે એડવોકેટ સુરેન્દ્ર કુમાર શર્મા દ્વારા કરાયેલી ફરિયાદમાં સુનાવણી વખતે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, સિસોદિયા અને યોગેન્દ્ર યાદવ વિરૃધ્ધ વોરન્ટ જારી કર્યા હતા.
હવે આ કેસ બુધવારે ચાલશે. શર્માએ પોતાની ફરિયાદમાં લખ્યું હતું કે ૨૦૧૩માં તેમને આપના કેટલા સભ્યોએ આપ વતી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવા કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે કેજરીવાલ તમારી સેવાથી ખુશ છે.
સિસોદિયા અને યાદવે તેમને ટિકિટ નહીં આપતા તેમણે કેસ કર્યો હતો. જો કે તેમની અરજીને નકારી દેવામાં આવી હતી. ૧૪ ઓકટોબર, ૨૦૧૩ના રોજ ફરીયાદીએ એક જાણીતા દૈનિકમાં તેમની વિરૃધ્ધ અપમાનજનક સમાચારો છપાયોનો હવાલો આપી કેસ કર્યો હતો.
આ લેખ પછી શર્માની આબરૃ પર કલંક લાગ્યો હતો, એમ ફરીયાદી એ કહ્યું હતું. ફરીયાદનો વિરોધ કરતાં આપના નેતાઓએ તેની ટિકિટની અરજીને રદ કરી હતી અને એવું પણ કહ્યું હતું કે કયા કેસમાં તેમણે ફરીયાદ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XEZklI
via Latest Gujarati News
0 Comments