
કાઠમંડુ, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર
નેપાળી પોલીસે રવિવારે નેપાળના કૈલાલિ જિલ્લામાંથી દિલ્હી- કાઠમંડુ બસમાંથી શંકાસ્પદ ૧૨ સ્ફોટક પદાર્થો જપ્ત કર્યા હતા. બસ જયાંથી નેપાળમાં પ્રવેશી એ ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાથી આ સ્થળ ૧૫૦ કિલોમીટરના અંતર આવેલું છે.
જે દિવસે શ્રીલંકામાં થયેલા શ્રેણીબધ્ધ ધડાકાઓમાં લગભગ ૩૦૦ માણસો માર્યા ગયા એ જ દિવસે ઉપરોક્ત સ્ફોટક પદાર્થો ઝડપાયા હોવાથી, ત્રાસવાદીઓ એમનો હાર્ડવેર નેપાળમાં ઘુસાડી રહ્યા હોવા વિષે ચિંતા પેદા થઇ છે. નેપાલ સશસ્ત્ર પોલીસ દળના જણાવ્યા મુજબ રવિવારે સવારે બસનું નિયત લગેજ ચેક કરાયું ત્યારે સ્ફોટક પદાર્થો મળી આવ્યા હતા. આ પદાર્થોને એક બેગમાં સ્ત્રીના વસ્ત્રોમાં સંતાડાયા હતાં, એમ પોલીસે ઉમેર્યું. નેપાળના કૈલાલિ જિલ્લાના દુદજહરિ બેઝ કેમ્પ ખાતે બસની નિયત તપાસ કરાઇ હતી.
આ પ્રત્યેક પદાર્થમાંથી જેમાંથી વાયર બહાર આવી રહ્યા હતા એવી મેટલ પાઇપ ઉપરોક્ત પદાર્થોનો ભાગ હતી. તેઓ સ્ફોટક પદાર્થો જેવા દેખાતા હતા. પદાર્થો ભરેલી બેગ બિનવારસી હતી. એમ નેપાળ સશસ્ત્ર પોલીસ દળના નાયબ અધ્યક્ષક કે.સી. નેત્રાએ જણાવ્યું. આ શંકાસ્પદ પદાર્થોની વધઉ તપાસ માટે એને ફોરેન્સિક લેબમાં મોકલાયા છે. ભારતની ચંપાવત પોલીસે આ ઘટના પછી બનબાસાના સરહદી શહેર ચેક પોસ્ટોએ સલામતી વ્યવસ્થા સઘન બનાવી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VmPNlW
via Latest Gujarati News
0 Comments