એપ્રિલ વલણના અંત પૂર્વે ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડીના અંતે સેન્સેક્સ ૮૦ પોઈન્ટ ઘટીને ૩૮૫૬૫

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 23 એપ્રિલ, 2019, મંગળવાર

ભારતીય શેર બજારોમાં આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળોને લઈ ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડીના અંતે નરમાઈ આગળ વધી હતી. લોકસભા ચૂંટણીના આજે યોજાઈ ગયેલા ત્રીજા તબક્કાના મતદાનની સાથે સાથે વધતી અનિશ્ચિતતા તેમ જ ગઈકાલે ઈરાન પરના અમેરિકાના આર્થિક પ્રતિબંધોમાં ભારત સહિતના દેશોને આયાતમાં અપાયેલી રાહત નહીં લંબાવવાના સંકેતે ક્રુડ ઓઈલના ભાવ વધીને ૭૪ ડોલરની સપાટી કુદાવી જઈ આજે પણ વધીને બ્રેન્ટ ૭૫ ડોલર નજીક ૭૪.૭૦  ડોલર થઈ છેલ્લે ૭૪.૧૩ ડોલરની છ મહિનાની ઊંચાઈએ રહેતાં અને નાયમેક્ષ ક્રુડ પણ ૬૬ ડોલરની સપાટી કુદાવી ૬૬.૧૯ ડોલર થઈ છેલ્લે ૬૫.૭૮ ડોલરની ઊંચાઈએ રહેતાં તેમ જ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં એપ્રિલ વલણના અંતના સપ્તાહને લઈ ફંડોએ આજે ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડી બોલાવી અંતે નરમાઈ બતાવી હતી. ક્રુડ ઓઈલના ભાવમાં તેજી સાથે રૂપિયા સામે અમરિકી ડોલર પાંચ પૈસા ઘટીને રૂ.૬૯.૬૨ થઈ જવા છતાં ૭૦ તરફ સરકી  રહ્યો હોઈ હજુ ક્રુડ આયાત બિલ વધવાનું મોટું જોખમ રહેતાં ફંડોની  શેરોમાં ઓવર બોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી. ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં પસંદગીની લેવાલી સામે બેંકિંગ, ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલીએ અફડાતફડીના અંતે સેન્સેક્સ ૮૦.૩૦ પોઈન્ટ ઘટીને ૩૮૫૬૪.૮૮ અને નિફટી સ્પોટ ૧૮.૫૦ પોઈન્ટ ઘટીને ૧૧૫૭૫.૯૫ બંધ રહ્યા હતા. 

સેન્સેક્સ બે-તરફી અફડાતફડીમાં ઉપરમાં ૩૮૮૩૨ અને નીચામાં ૩૮૫૧૮ સુધી આવી અંતે ૮૦ પોઈન્ટ ઘટીને ૩૮૫૬૫

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૬૪૫.૧૮ સામે ૩૮૭૭૧.૨૭ મથાળે ખુલીને ઓઈલ-ગેસ શેરોમાં ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં લેવાલીએ અને  અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા, ઈન્ફોસીસ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, એચસીએલ ટેકનોલોજી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં લેવાલીએ એક સમયે ૧૮૭.૪૩ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૮૮૩૨.૬૧ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બે-તરફી અફડાતફડીમાં ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં વેચવાલી થતાં અને બેંકિંગ શેરોમાં યશ બેક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, કોટક બેંક સહિતમાં ઓફલોડિંગ થતાં અને એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પ સહિતના કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેચવાલીએ ૧૨૬.૯૨ પોઈન્ટ ઘટીને નીચામાં ૩૮૫૧૮.૨૬ સુધી આવી અંતે ૮૦.૩૦ પોઈન્ટ ઘટીને ૩૮૫૬૪.૮૮ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ અફડાતફડીમાં ૧૧૬૪૫ થી ૧૧૫૬૪ વચ્ચે ફંગોળાઈ અંતે ૧૮ પોઈન્ટ ઘટીને ૧૧૫૭૬

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૫૯૪.૪૫ સામે ૧૧૬૧૨.૯૫ મથાળે ખુલીને આરંભિક મજબૂતીમાં ઓઈલ-ગેસ શેરોમાં ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સન ફાર્મા, ઝી, બજાજ ફાઈનાન્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, વિપ્રો, કોલ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન, યુપીએલ, આઈટીસી, એચસીએલ ટેકનોલોજી, બજાજ ફિનસર્વ, ઈન્ફોસીસ, હિન્દુસ્તાન યુનિલિવર, સિપ્લા, ટેક મહિન્દ્રા સહિતમાં લેવાલીએ વધીને ૧૧૬૪૫.૯૫ સુધી પહોંચ્યો હતો. જે અફડાતફડીમાં ઓટો શેરો મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ સહિતમાં વેચવાલી થતાં અને બેંકિંગ શેરોમાં યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ સહિતમાં વેચવાલીએ અને ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં નરમાઈએ નીચામાં ૧૧૫૬૪.૮૦ સુધી આવી અંતે ૧૮.૫૦ પોઈન્ટ ઘટીને ૧૧૫૭૫.૯૫ બંધ રહ્યો હતો. 

નિફટી ૧૧,૬૦૦નો પુટ વધીને ૬૦ થઈ અંતે ઘટીને ૪૮.૧૦ : નિફટી ૧૧,૭૦૦નો કોલ વધીને ૩૫.૫૦ થઈ અંતે ઘટીને ૧૨

ડેરિવેટીવ્ઝમાં એપ્રિલ વલણના ગુરૂવારે થનારા અંત પૂર્વે આજે અફડાતફડીમાં ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કર્યાની ચર્ચા હતી. નિફટી ૧૧,૬૦૦નો પુટ ૫,૪૦,૨૯૮ કોન્ટ્રેકટસમાં રૂ.૪૭,૧૬૨.૦૯ કરોડના કામકાજે ૪૭.૪૫ સામે ૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૦ થઈ ઘટીને ૨૩.૫૦ સુધી આવી અંતે ૪૮.૧૦ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૪,૬૮,૯૦૫ કોન્ટ્રેકટસમાં રૂ.૪૧,૨૨૩.૭૧ કરોડના કામકાજે ૨૭.૬૦ સામે ૨૫.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૫.૫૦ થઈ ઘટીને ૧૦.૪૦ સુધી આવી અંતે ૧૨ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૩,૮૫,૧૪૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૩,૨૫૭.૨૦ કરોડના કામકાજે ૧૯.૮૦ સામે ૧૭.૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૧.૯૦ થઈ ઘટીને ૭.૮૫ સુધી આવી અંતે ૧૫.૩૦ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો  કોલ ૬૬.૭૦ સામે ૬૫.૩૦ ખુલીને ઉપરમાં ૮૪.૩૦ થઈ ઘટીને ૩૩.૮૫ સુધી આવી અંતે ૩૬.૩૦ રહ્યો હતો. 

નિફટી એપ્રિલ ફયુચર ૧૧,૬૧૮ થી ઘટીને ૧૧,૫૮૯ : બેંક નિફટી ફયુચર ૨૯,૭૫૮ થી ઘટીને ૨૯,૫૪૯

નિફટી એપ્રિલ ફયુચર ૧,૨૭,૯૩૯ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૧૫૨.૭૩ કરોડના કામકાજે ૧૧,૬૧૮.૯૦ સામે ૧૧,૬૩૧.૧૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૫૭૩.૫૦ થઈ વધીને ૧૧,૬૬૪.૬૦ સુધી જઈ અંતે ઘટીને ૧૧,૫૮૯.૯૫ રહ્યો હતો. નિફટી મે ફયુચર ૬૭,૩૭૫ કોન્ટ્રેકટસમાં રૂ.૫૯૧૨.૫૩ કરોડના કામકાજે ૧૧,૬૯૩.૩૦ સામે ૧૧,૭૦૮.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૭૪૧ થઈ ઘટીને ૧૧,૬૫૪.૭૫ સુધી આવી અંતે ૧૧,૬૬૮ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૧,૫૨,૮૦૮ કોન્ટ્રેકટસમાં રૂ.૯૦૮૭.૫૪ કરોડના કામકાજે ૨૯,૭૫૮.૫૦ સામે ૨૯,૭૮૪.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૯.૯૨૮ થઈ ઘટીને ૨૯,૪૯૨ સુધી આવી અંતે ૨૯,૫૪૯.૫૫ રહ્યો હતો. બેંક નિફટી મે ફયુચર ૨૯,૯૧૬.૪૫ સામે ૨૯,૯૬૦ ખુલીને ઉપરમાં ૩૦,૦૭૭ થઈ ઘટીને ૨૯,૬૬૧.૨૫ સુધી આવી અંતે ૨૯,૭૨૫ રહ્યો હતો. 

ક્રુડ બ્રેન્ટ ૭૫ ડોલર નજીક : મારૂતી રૂ.૨૬૩ તૂટીને રૂ.૭૦૪૨ : હીરો મોટોકોર્પ, મધરસન, ટાટા મોટર્સ, મહિન્દ્રા ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને આજે બ્રેન્ટ ક્રુડ ૭૪.૭૦ ડોલર પહોંચી જતાં અને વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મંદીના ચાલતાં વાહનોનું વેચાણ ઘટવાના અંદાજો વચ્ચે આજે ઓટોમોબાઈલ શેરોમાં સતત વેચવાલી રહી હતી. મારૂતી સુઝુકી રૂ.૨૬૨.૮૦ ઘટીને રૂ.૭૦૪૨.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૪૬.૬૦ ઘટીને રૂ.૨૬૩૭.૧૦, મધરસન સુમી રૂ.૨.૨૦ ઘટીને રૂ.૧૫૦.૨૫, ટાટા મોટર્સ રૂ.૩.૨૫ ઘટીને રૂ.૨૩૧.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭.૬૫ ઘટીને રૂ.૬૬૪.૩૦, બોશ રૂ.૧૮૯.૪૦ ઘટીને રૂ.૧૭,૯૩૬.૭૫, અશોક લેલેન્ડ રૂ.૯૧.૫૦, બજાજ ઓટો રૂ.૧૪.૭૫ ઘટીને રૂ.૩૦૩૫.૭૦, આઈશર મોટર્સ રૂ.૭૪.૯૫ ઘટીને રૂ.૨૦,૩૪૩.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૬૨.૫૧  પોઈન્ટ ઘટીને ૧૯,૫૮૨.૨૮ બંધ રહ્યો હતો. 

બેંકિંગ શેરોમાં નરમાઈ : ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ : યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક ઘટયા : રિલાયન્સ કેપિટલ, ઈન્ડિયાબુલ્સ વધ્યા

બેંકિંગ શેરોમાં આજે સતત ફંડોનું ઓફલોડિંગ થતું જોવાયું હતું. અલબત ફાઈનાન્સ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. યશ બેંક રૂ.૫.૫૫ ઘટીને રૂ.૨૩૨.૮૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૬.૮૫ ઘટીને રૂ.૧૬૫૪.૬૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૩૫ ઘટીને રૂ.૩૦૫.૬૫, એચડીએફસી બેંક રૂ.૨૨.૬૦ ઘટીને રૂ.૨૨૪૫.૬૫, એક્સીસ બેંક રૂ.૨.૩૦ ઘટીને રૂ.૭૫૩.૧૦, કોટક બેંક રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૩૫૯, ઈન્ડિયન બેંક રૂ.૩.૭૦ ઘટીને રૂ.૨૫૨.૪૫, કર્ણાટક બેંક રૂ.૪.૬૫ ઘટીને રૂ.૧૨૬.૮૦, આઈડીએફસી લિમિટેડ રૂ.૧.૩૦ ઘટીને રૂ.૪૧.૯૫, સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૧૬.૪૫, ઉજ્જિવન રૂ.૬.૬૦ ઘટીને રૂ.૩૧૭.૪૦, મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૨.૩૫ ઘટીને રૂ.૧૧૮.૨૦ રહ્યા હતા. જ્યારે રિલાયન્સ કેપિટલ રૂ.૮.૩૦ વધીને રૂ.૧૪૩.૮૦, ગૃહ ફાઈનાન્સ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૨૯૭.૭૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૨૯.૬૦ વધીને રૂ.૭૨૮.૯૦, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૯.૮૦ વધીને રૂ.૪૨૩.૯૫, જે એન્ડ કે બેંક રૂ.૧ વધીને રૂ.૫૯.૫૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૨.૩૦ વધીને રૂ.૭૪૫.૩૦, બજાજ ફાઈનાન્સ રૂ.૪૪.૦૫ વધીને રૂ.૩૦૩૫.૫૦, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧.૮૦ વધીને રૂ.૨૫૪.૭૦, કેનેરા બેંક રૂ.૨.૬૦ વધીને રૂ.૨૭૦.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૯૬.૦૨ પોઈન્ટ ઘટીને ૩૩૧૬૩.૨૭ બંધ રહ્યો હતો. 

ક્રુડ વધતાં ઓઈલ-ગેસ રીફાઈનરી શેરોમાં પસંદગીનું આકર્ષણ : ઓએનજીસી, એચપીસીએલ, રિલાયન્સ, ઓઈલ ઈન્ડિયા વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાન પાસેથી આયાત માટે ભારત સહિતના દેશોને રાહત નહીં લંબાવવાના અમેરિકાના સંકેતે વધીને બ્રેન્ટ ક્રુડ ૭૫ ડોલર નજીક ૭૪.૭૦ ડોલર થઈ જતાં ઓઈલ રીફાઈનરી શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. જ્યારે ઓઈલ માર્કેટીંગ શેરોમાં નરમાઈ રહી હતી. ઓએનજીસી રૂ.૬.૨૦ વધીને રૂ.૧૬૩.૯૫, એચપીસીએલ રૂ.૩.૬૦ વધીને રૂ.૨૫૩.૯૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮.૫૦ વધીને રૂ.૧૩૬૩.૩૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૨.૩૫ વધીને રૂ.૧૭૮.૨૫ રહ્યા હતા. 

ફાર્મા શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : ન્યુલેન્ડ લેબ., મેડીકામેન, લુપીન, સન ફાર્મા, હેસ્ટર, અબોટ ઈન્ડિયા, બાયોકોન વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોનું ફરી વેલ્યુબાઈંગ નીકળ્યું હતું. બાયોકોન લિમિટેડમાં શેરોના બોનસ ઈસ્યુ માટે ૨૫,એપ્રિલના બોર્ડ મીટિંગમાં વિચારણા કરવાના નિર્ણયે શેર રૂ.૬.૨૫ વધીને રૂ.૬૧૪ રહ્યો હગતો. ન્યુલેન્ડ લેબ રૂ.૫૪.૧૦ ઉછળીને રૂ.૭૦૮.૮૦, સન ફાર્મા રૂ.૧૪ વધીને રૂ.૪૬૮.૫૦, મડિકામેન રૂ.૨૧.૯૦ વધીને રૂ.૫૩૩.૧૫, લુપીન રૂ.૩૨.૭૫ વધીને રૂ.૮૬૪.૩૦, હેસ્ટર બાયો રૂ.૩૨.૯૦ વધીને રૂ.૧૪૮૪.૦૫, અબોટ ઈન્ડિયા રૂ.૮૦.૭૫ વધીને રૂ.૭૭૭૮.૬૫, ડો.રેડ્ડીઝ લેબ રૂ.૧૯.૨૦ વધીને રૂ.૨૮૧૬.૪૦, સિપ્લા રૂ.૧.૯૦ વધીને રૂ.૫૬૨.૦૫, અજન્તા ફાર્મા રૂ.૯.૧૫ વધીને રૂ.૧૦૨૪.૮૫ રહ્યા હતા.

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આકર્ષણ : સુઝલોન, એબીબી, રિલાયન્સ ઈન્ફ્રા, કલ્પતરૂ પાવર, સિમેન્સ, થર્મેક્સ વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. સુઝલોન ૩૭ પૈસા વધીને રૂ.૭.૧૬, એબીબી રૂ.૫૫.૪૦ વધીને રૂ.૧૪૮૮.૪૫, રિલાયન્સ ઈન્ફ્રા રૂ.૧.૫૫ વધીને રૂ.૧૧૭.૯૦, કલ્પતરૂ પાવર રૂ.૩.૮૫ વધીને રૂ.૪૯૧.૯૫, સિમેન્સ રૂ.૮.૧૫ વધીને રૂ.૧૧૬૭.૭૦, થર્મેક્સ રૂ.૫.૪૫ વધીને રૂ.૯૭૯.૬૫ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત નરમાઈ : ૧૪૩૭  શેરો નેગેટીવ બંધ : ૧૬૬ શેરોમાં ઓનલી સેલરની સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં સતત વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ સતત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૭ અને વધનારની સંખ્યા ૧૦૯૭ રહી હતી. ૧૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

FIIની ફયુચર્સમાં રૂ.૧૯૮૭ કરોડની ચોખ્ખી ખરીદી, કેશમાં રૂ.૨૩૭ કરોડની વેચવાલી : DIIની રૂ.૧૯૮ કરોડની ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-મંગળવારે કેશમાં રૂ.૨૩૭.૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૫૦૮.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૭૪૬.૩૭ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૧૯૮૭.૧૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૧૭૯૩.૯૧ કરોડની ચોખ્ખી ખરીદી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૧૯૩.૨૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૯૮.૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૯૩૩.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૭૩૫.૨૯ કરોડની વેચવાલી થઈ હતી. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W2Pwll
via Latest Gujarati News

Post a Comment

0 Comments