દિવેલ તથા એરંડામાં નીચા મથાળેથી બાઉન્સ બેક: સિંગદાણામાં દરિયાપારની માગમાં વૃધ્ધિ

મુંબઈ,તા. 23 એપ્રિલ, 2019, મંગળવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે માગ ધીમી હતી. પામતેલમાં ૧૦ કિલોના રૂ.૬૧૫ના મથાળે ૨૦૦થી ૩૦૦ ટનના વેપાર થયા હતા. સિંગતેલના  ભાવ ૧૦ કિલોના રૂ.૬૧૫ના મથાળે  ૨૦૦થી ૩૦૦ ટનના  વેપાર થયા હતા. સિંગતેલના  ભાવ૧૦ કિલોના હાજર બજારમાં રૂ.૯૯૫ બોલાતા હતા જ્યારે  રાજકોટ બાજુ ભાવ રૂ.૯૭૫  તથા ૧૫ કિલોના રૂ.૧૫૫૦થી ૧૫૬૦ રહ્યા હતા. 

 કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૫થી ૭૦૮ જ્યારે  મુંબઈ બજારમાં કપાસિયા  તેલના ભાવ રૂ.૭૫૦થી ૭૫૨ હતા.  સિંગદાણામાં વિવિધ મથકોએ  આવકો અપેક્ષાથી ઓછી રહેતાં   એક બાજુ પાલાખાદ્ય  જેવી સ્થિતિ રહી હતીબીજી બાજુ નિકાસકારોની લેવાલી  સારી રહીના વાવડ હતા. વિશ્વબજારમાં  સુદાનનો માલ ઓછો  આવતો થતાં   ભારતના  માલોમાં  દરિયાપારની  માગ વધ્યાનું બજારે જણાવ્યું હતું.

દરમિયાન, મલેશિયામાં  આજે  પામતેલનો વાયદો  ઘટી છેલ્લે  ૧૫, ૨,૨, તથા ૫પોઈન્ટ  માઈનસમાં પામ પ્રોડકટના  ભાવ શાંત હતા.   વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા  જવા છતાં  મલેશિયામાં  પામતેલના ભાવ દબાણ હેઠળ રહેતા બજારના ખેલાડીઓ  આશ્ચર્ય બતાવી  રહ્યા હતા. ઘરઆંગણે  મધ્ય-પ્રદેશ બાજુ મંથકોએ  સોયાબીનની  આવકો  સવારે આશરે  ૩૪થી ૩૫  હજાર ગુણી નોંધાઈ હતી. 

સોયાબીનના હાજર ભાવ  મથકોએ  રૂ.૩૭૫૦થી ૩૮૫૦ તથા  પ્લાન્ટના રૂ.૩૭૫૦થી  ૩૮૨૦ હતા.   સોયાતેલના ભાવ રૂ.૭૧૫થી ૭૨૦ તથા રિફા.ના રૂ.૭૫૦થી ૭૫૨  રહ્યા હતા.  વિશ્વ બજારમાં  સનફલાવરના ભાવ  સીઆઈએફ  ધોરણે વિવિધ  ડિલીવરીઓના ૭૨૨.૫૦થી  ૭૨૭.૫૦  ડોલર રહ્યા હતા.   મલેશિયામાં  પામતેલનો વાયદો  નીચામાં ટનના ૨૧૫૫ રિંગીટની સપાટી  નીચે  ૨૧૧૦ રિંગીટ  સુધી ઉતરી જવાની શક્યતા   બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં  ન્યુયોર્ક કોટન  વાયદો ઓવરનાઈટ  નજીકની  ડિલીવરીમાં   ૧૨પોઈન્ટ  નરમ હતો.   દૂરની ડિલીવરીમાં ભાવ ૨૦, ૨૨, ૧૭ તથા ૨૨પોઈન્ટ  પ્લસમાં  હતા. ભારતમાં  રૂના ભાવ ઉંચા જતા તામિલનાડુની   અમુક મિલોએ રૂની આયાત  શરૂ કર્યાના  નિર્દેશો હતા.   દરમિયાન, અમેરિકા-શિકાગો  સોયાતેલ વાયદો   ઓવરનાઈટ ૮થી ૧૦  પોઈન્ટ માઈનસમાં હતો. સોયાબીનનો  વાયદો ત્યાં   ૩૪થી ૪૦  પોઈન્ટ   ગબડયો હતો.   સોયાખોળનો વાયદો  ૭થી ૯ પોઈન્ટ  નરમ રહ્યાના નિર્દેશો મળ્યા હતા.

 મુંબઈ હાજર બજારમાં આજે  સનફલાવરના ભાવ રૂ.૭૧૦  તથા રિફા.ના  ૭૬૫ હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૫૫ બોલાતા હતા.    દિવેલના ભાવ  આજે  નીચા ભાવથી   ૧૦ કિલોના  રૂ.૯ વધી  કોમર્શિયલના  રૂ.૧૧૪૯, એફએસજીના  રૂ.૧૧૫૯ તથા એફએસજી કંડલાના  રૂ.૧૧૩૯ બોલાયા હતા. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DrOPe0
via Latest Gujarati News

Post a Comment

0 Comments