૨૦૦ ડોલર ખર્ચીને લોકો વર્ચ્યુઅલ ડેથનો અનુભવ કરે છે


દરેક જીવતા માણસને મુત્યુનો ડર રહેતો હોય છે આથી પોતાના શબને અગ્નિદાહ આપવામાં આવતો હોય તેવી તો તે કલ્પના ના કરે તે સ્વભાવિક જ છે.પરંતુ અનેક વિચિત્ર રિવાજો અને હરકતો માટે પંકાયેલા ચીન દેશના શાંઘાઇમાં મુત્યુ થાય ત્યારે કેવો અનુભવ અને દૂઃખ થતું હશે તે સમજાવતી કંપની ચાલે છે. નવાઇની વાત તો એ છે કે પોતાનું મુત્યુ થયું હોવાનો અહેસાસ કરાવતા વાતાવરણમાં રાખ્યા બાદ માણસને વર્ચ્યુઅલ દાહ સંસ્કારનો અનુભવ થાય છે.

શાંઘાઇની આ કંપની મુત્યુ પછી મળતા સંભવિત પુનઃ જન્મનો અનુભવ કરાવવાનો પણ દાવો કરે છે. આ અલગ પ્રકારના મુત્યુ અને દાહ સંસ્કારના અનુભવ માટે એક નકલી ચેમ્બર તૈયાર કરવામાં આવે છે. આ ચેમ્બરમાં ધૂમાડાના ગોટેગોટા વચ્ચે વ્યકિતને સુવાડવામાં આવે છે. કંપનીનો દાવો છે કે આ ગુંગળામણ મુત્યુ સમયની સ્થિતિ જેવો અનુભવ કરાવે છે. ત્યાર બાદ પાર્ટિસિપન્ટ ખાસ વાતાવરણના એક સર્કયુલર હોલમાંથી પસાર થઇને ફરી જન્મ થયો હોય એવો રોચક અહેસાસ કરે છે,વર્ચ્યુઅલ ડેથ અને જન્મમાં ભાગ લેનારાઓનું કહેવું છે કે આ અનુભવ લેવાથી મનને શાંતિ મળે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવાની પ્રેરણા મળે છે. એટલું જ નહી દરવાજાની અંદર પ્રવેશો ત્યારે આખી દુનિયા જ બદલાઇ જાય છે. આમ તો મુત્યુ દરમિયાન કેવું થતું હશે એ કોઇ જાણી શકયું નથી પરંતુ વર્ચ્યુઅલ ડેથ અને અંતિમ સંસ્કારના ગતકડાઓ પણ હવે ચાલવા લાગ્યા છે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TP5IVj
via Latest Gujarati News

Post a Comment

0 Comments