નાણાકીય કટોકટીગ્રસ્ત જેટ એરવેઝના હાલમાં ૧૫ ડોમેસ્ટિક સહિત ૨૮ વિમાન કાર્યરત


નવી દિલ્હી, તા. ૩

જેટ એરવેઝના  હાલમાં ૧૫ ડોમેસ્ટિક સહિત કુલ ૨૮ વિમાનકાર્યરત છે તેમ નાગરિક ઉડ્ડયન સચિવ પી એએસ ખારોલાએ જણાવ્યું છે. આજે સવારે ખરોલાએ જણાવ્યું હતું કે જેટ એરવેઝના ૧૫થી પણ ઓછા વિમાન કાર્યરત છે. જો કે સાંજે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ૧૫ ડોમેસ્ટિક સહિત કુલ ૨૮ વિમાન કાર્યરત છે. 

ઉલ્લેખનીય છે કે ગયા મહિને એસબીઆઇના નેતૃત્ત્વમાં બેંકોએ નાણાકીય કટોકટીગ્રસ્ત જેટ એરવેઝનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઇ લીધું હતું. 

જેટ એરવેઝ પાસે ૧૧૯થી પણ વધુ વિમાન છે પણ નાણાકીય અછતને પગલે જેટ એરવેઝ પોતાના તમામ વિમાનો ઉડાવી શકે તેવી સ્થિતિમાં નથી. 

ભંડોળ મળવા મુદ્દે પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં ખારોલાએ જણાવ્યું હતું કે આ મુદ્દો બેંકરો અને જેટ મેનેજમેન્ટ વચ્ચેનો છે. આ બંને પક્ષો એકબીજા સાથે વાત કરી રહ્યાં છે. 

ખાનગી એરલાઇન્સે મંગળવારે જણાવ્યું હતું કે ૧૬૦૦૦ કર્મચારીઓને માર્ચ મહિનાનો પગાર મોકૂફ રાખવામાં આવ્યો છે કારણકે ભંડોળ મેળવવામાં એરલાઇન્સને અનેક જટિલતાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

ઉલ્લેખનીય એરલાઇન્સ ઓગસ્ટ મહિનાથી પોતાના કર્મચારીઓને સમયસર પગાર ચૂકવી રહી નથી અને જાન્યુઆરીથી પગાર ચૂકવવાનો બાકી છે. 

જેટ એરવેઝના ચીફ પીપલ ઓફિસર રાહુલ તનેજાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ચ, ૨૦૧૯નો પગાર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અંગેની આગામી જાહેરાત ૯ એપ્રિલ, ૨૦૧૯ના રોજ કરવામાં આવી છે. 

જો જેટ એરવેઝની ફલાઇટની સંખ્યા ૧૫થી પણ ઓછી થશે તો તેની આંતરરાષ્ટ્રીય સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી શક્યતા છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HV9r27
via Latest Gujarati News

Post a Comment

0 Comments