દિલ્હીની ખાનગી શાળાઓના ફી વધારા પર આઠ એપ્રિલ સુધી હાઇકોર્ટનો સ્ટે

 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩

દિલ્હી હાઇકોર્ટે દિલ્હીની નોન ગ્રાન્ટેડ શાળાઓના ફી વધારા પર સ્ટે મૂકી દીધો છે. દિલ્હી હાઇકોર્ટની સિંગલ જજની બેન્ચે નોન ગ્રાન્ટેડ શાળાઓના ફી વધારાને મંજૂરી આપી હતી. જો કે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે સિંગલ જજની બેન્ચે આપેલા આ ચુકાદાને પડકાર્યો હતો. 

ન્યાયમૂર્તિ એસ મુરલીધર અનેે આઇ એસ મહેતાની બનેલી ખંડપીઠે એકશન કમિટી અનએડેડ રેકોગનાઇઝ્ડ પ્રાઇવેટ સ્કૂલ્સને પણ નોટિસ ફટકારી તેની પાસેથી જવાબ માગ્યો છે. આ કમિટી દિલ્હીની નોન ગ્રાન્ટેડ શાળાઓ સભ્ય છે. 

દિલ્હી સરકારે મંગળવારે હાઇકોર્ટના સિંગલ જજની બનેલી ખંડપીઠના ચુકાદાને પડકાર્યો હતો જેમાં નોન ગ્રાન્ટેડ શાળાઓના ફી વધારાને મંજૂરી આપવામાં આવી હતી. નોન ગ્રાન્ટેડ શાળાઓ ફી વધારાને યોગ્ય ગણાવવા માટે દલીલ કરી હતી કે તેમને પોતાના શિક્ષકો અને સ્ટાફને સાતમા પગાર પંચની ભલામણ મુજબ પગાર આપવા માટે ફીમાં વધારો કર્યા સિવાય છૂટકો નથી. 

ઉલ્લેખનીય છે કે ૧૫ માર્ચે સિંગલ જજની બનેલી ખંડપીઠે દિલ્હી સરકારનો ગયા વર્ષનો ૧૩ એપ્રિલનો ઠરાવ રદ કરીને ખાનગી શાળાઓને ફી વધારવાની મંજૂરી આપી હતી. 

અત્રે નોંધનીય છે કે દિલ્હી સરકારે અઆ પરિપત્રમાં સરકારી જમીન પર ચાલતી ખાનગી શાળાઓને ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશનની મંજૂરી વગર ફી વધારો ન કરવાના નિર્દેશ આપ્યા હતાં. 

દિલ્હી હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચે કેસની આગામી સુનાવણી આઠ એપ્રિલ સુધી ખાનગી શાળાઓને ફી ન વધારવાનોે આદેશ આપ્યો છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I9Spwt
via Latest Gujarati News

Post a Comment

0 Comments