કલકત્તા હાઇકોર્ટ સીબીઆઇની કાયદાકીય માન્યતાની ચકાસણી કરશે

 

નવી દિલ્હી, તા. ૩

કલકત્તા હાઇકોર્ટ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબલિશ્મેન્ટ(ડીએસપીઇ) એક્ટ અને સીબીઆઇની કાયદાકીય માન્યતાની સમીક્ષા કરશે. 

૨૦૧૮માં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ દ્વારા દોષિત ઠેરવામાં આવેલા ચંદન બિસ્વાસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ પ્રોતિક પ્રકાશ બેનર્જીની બનેલી ખંડપીઠે આ કેસના ચુકાદા માટે બંધારણીય ખંડપીઠની રચના કરવા આ બાબત કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ બિશ્વાનાથ સોમાધ્ધરને સુપ્રત કરવાના નિર્દેશ આપ્યા છે. 

 સીબીઆઇની વિશેષ કોર્ટે ગુનાહિત કાવતરું ઘડવા અને છેતરપિંડી આચરવા બદલ બીએસએનએલના અધિકારી બિશ્વાસને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૦૧૩માં ગુવાહાટી હાઇ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે સીબીઆઇ ડીએસપીઇનો ભાગ નથી અને તેને ડીએસપીઇ એક્ટ, ૧૯૪૬ હેઠળ પોલીસ ફોર્સ ગણી શકાય નહીં.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HV9laL
via Latest Gujarati News

Post a Comment

0 Comments