પરમાણુ શસ્ત્રોના ઉપયોગના ખતરા કરતા તેનું નિર્માણ વધુ જોખમી : યુએન


(પીટીઆઇ) યુએન, તા. ૩

પરમાણુ શસ્ત્રોના ઉપયોગના ખતરા કરતા તેના નિર્માણમાં વધુ ખતરો રહેલો છે કારણકે વર્તમાન સમયમાં વિશ્વના દેશો સહકાર કરતા હરીફાઇને વધુ મહત્ત્વ આપી રહ્યાં છે અને ડિપ્લોમેસીનું સ્થાન શસ્ત્રોની ખરીદીએ લઇ લીધું છે તેમ સંયુક્ત રાષ્ટ્રના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે. 

ટેકનોલોજીનો ઝડપથી થઇ રહેલા વિકાસે પણ પોતાની અસર આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર્યાવરણ પર પાડવાની શરૃઆત કરી દીધી છે તેમ નિઃશસ્ત્રીકરણ બાબતોના યુએનના હાઇ રિપ્રેઝેન્ટેટિવ ઇઝુમી  નાકામિત્સુએ સુરક્ષા પરિષદને જણાવ્યું હતું. 

૨૦૨૦માં થનારી આગામી કોન્ફરન્સ અગાઉ નોન પ્રોલિફેરેશન ટ્રિટી(એનપીટી)ને ટેકો આપવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

નાકામિત્સુએ જણાવ્યું હતું કે આજે આપણે એવા આંતરરાષ્ટ્રીય પર્યાવરણમાં રહી રહ્યાં છીએ જેમાં સહકારનું સ્થાન હરીફાઇએ તથા મુત્સ્દ્દીગીરીનું સ્થાન શસ્ત્રોની ખરીદીએ લઇ લીધું છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એનપીટીનો અમલ ૧૯૭૦થી શરૃ કરવામાં આવ્યો છે અને તેનો મુખ્ય ઉદ્દેશ પરમાણુ શસ્ત્રો અને ટેકનોલોજીનો પ્રસાર અટકાવવાનો છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I9RCM1
via Latest Gujarati News

Post a Comment

0 Comments