કેમેરા સામે આવીને વાત કરો લાલુજી : પ્રશાંત કિશોર


પટણા તા.13 એપ્રિલ 2019 શનિવાર

એક વાર અમારો સાથ છોડ્યા પછી નીતિશ કુમારે પ્રશાંત કિશોરને ચાર પાંચ વાર અમારી પાસે મોકલ્યા હતા અને ફરી અમારી સાથે જોડાવાની વિનંતી કરી હતી એવા લાલુ યાદવના દાવાને ખુલ્લી ચેલેંજ આપતાં જદ યુના નેતા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે લાલુજી કેમેરાની સામે આવીને જે દાવા કરવા હોય તે કરો. અમે તમારા દરેક દાવાનો જવાબ આપીશું.

લાલુ હાલ ચારા કૌભાંડમાં જેલવાસ ભોગવી રહ્યા છે. જો કે નાજુક તબિયતના બહાને જેલને બદલે હૉસ્પિટલમાં છે. સુપ્રીમ કોર્ટે તેમન જામીન અરજી હજુ બે દિવસ પહેલાં ફગાવી દીધી હતી. લાલુ અને તેમનાં પત્ની રાબડી દેવી સતત એવો દાવો કરે છે કે નીતિશ કુમાર રંગ બદલતા કાચિંડા જેવા છે. 2017માં એકવાર અમારો સાથ છોડીને એનડીએમાં જોડાયા પછી અમારી સાથે પાછાં જોડાવા એમણે સતત પ્રશાંત કિશોરને અમારે ત્યાં ચાર પાંચ વખત મોકલ્યા હતા. પરંતુ અમે એમને કોઠું આપ્યું નહોતું.

એમના આ દાવાને પડકારતાં પ્રશાંત કિશોરે ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે કોઇ ન્યૂઝ ચેનલના કેમેરા સામે આાવીને આ મુદ્દે ચર્ચા દ્વારા તમારો દાવો પુરવાર કરી બતાવો .



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G42Kr2
via Latest Gujarati News

Post a Comment

0 Comments