
ઇંદોર તા. 13 એપ્રિલ 2019 શનિવાર
મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ઇંદોર બેન્ચે રાજ્યના મુખ્ય પ્રધાન કમલનાથના ઑફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી પ્રવીણ કક્કડને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
આ અઠવાડિયામાં ઇન્કમટેક્સ વિભાગે કક્ક્ડ ના નિવાસસ્થાન અને કાર્યાલયો પર દરોડા પાડીને કરોડો રૂપિયા કબજે કર્યા હતા. કક્કડ વતી કોંગ્રેસના સિનિયર નેતા અને પ્રખર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. પહેલાં તો કપિલે નવી દિલ્હીના ઇન્કમ ટેક્સ ઑફિસર્સે ઇંદોરમાં શી રીતે દરોડા પાડ્યા એ સવાલ કર્યો હતો. જવાબમાં ઇન્કમ ટેક્સ ખાતાના વકીલે 2014માં બહાર પડાયેલા એક આદેશને ટાંક્યો હતો કે પાટનગર નવી દિલ્હીમાં ફરજ પર રહેલા ઇન્કમ ટેક્સ અધિકારીઓ દેશના કોઇ પણ ખૂણે દરોડા પાડી શકે છે.
ત્યારબાદ કપિલે કક્ક્ડને જામીન આપવાની અને એ રીતે થોડી રાહત આપવાની વિનંતી કોર્ટને કરી હતી અને સંસદીય ચૂંટણી ટાણે કેન્દ્ર સરકાર આ રીતે રાજ્યના અધિકારીઓને હેરાન કરે છે એેવો આક્ષેપ કર્યો હતો. જો કે હાઇકોર્ટે કક્કડને કોઇ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z9cJnH
via Latest Gujarati News
0 Comments