
કોલકાતા તા.13 એપ્રિલ 2019 શનિવાર
ચૈત્ર સુદ નોમ એટલે કે રામ નવમી પર આજે સવારે રેલી કાઢવાની વિશ્વ હિન્દુ પરિષદની ઇચ્છા પર કોલકાતા પોલીસે પ્રતિબંધ મૂકી દીધો હતો.
અગાઉ પોલીસે એવી શરતે રજા આપી હતી કે ભગવાન રામની માત્ર એક છબી સાથે તમે રેલી કાઢી શકો છો. વિશ્વ હિન્દુ પરિષદે આ શરત સ્વીકારી હતી અને બાઇક રેલીની તૈયારી કરી હતી. બાઇક રેલી નીકળવાની તૈયારી હતી ત્યારે ઉપરથી (મમતા બેન્રરજી તરફથી ) હુકમ આવતાં પોલીસે રેલી યોજવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.
આમ છેલ્લી ઘડીએ રેલી પર પ્રતિબંધ આવતાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઉશ્કેરાઇ ગયા હતા. અગાઉ વિશ્વ હિન્દુ પરિષદની યોજના રાજ્યમાં નાની નાની 700 રેલી કાઢવાની હતી. પરંતુ પોલીસે છેલ્લી ઘડીએ વિશ્વ હિન્દુ પરિષદની યોજના પર પાણી ફેરવી દીધું હતું.
અગાઉ સિલિગુડીમાં પોલીસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઊતરવાની પરવાનગી આપી નહોતી. સિલિગુડીમાં રાહુલ ગાંધીની સભા હતી. પોલીસે હેલિકોપ્ટરને ઊતરવાની રજા ન આપતાં કોંગ્રેસે રાહુલ ગાંધીની સભા જ રદ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UyXXbl
via Latest Gujarati News
0 Comments