
નવી દિલ્હી,તા.13.એપ્રિલ 2019, શનિવાર
આઈપીએલની મેચ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આતંકવાદી હુમલો થવાનો છે તેવી અફવા શુક્રવારે ફેલાયા બાદ આજે મુંબઈ પોલીસે મુદ્દે સ્પષ્ટતા કરવી પડી હતી.
અફવાના કારણે મુંબઈ ઈન્ડિયન્સની વાનખેડેમાં રમાનારી મેચો માટે ટિકિટ બૂક કરાવનાર લોકોમાં ચિંતા અને ગભરાટ ફેલાયો હતો.આજે મુંબઈ ઈન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે સાંજે ચાર વાગ્યે વાનખેડેમાં ટકરાશે.
એ પહેલા મુંબઈ પોલીસે સ્પષ્ટ કર્યુ હતુ કે, હુમલા અંગે પોલીસ પાસે કોઈ બાતમી નથી.આ એક માત્ર અફવા છે અને મેચ જોવા માટે એકઠી થતી ભીડને ભડકાવવા માટેના ષડયંત્રના ભાગરુપે અફવા ફેલાવવામાં આવી હોય તેવુ બની શકે છે.
પોલીસના ખુલાસા બાદ આયોજકો તેમજ મુંબઈ ઈન્ડિયન્સે પણ રાહતનો શ્વાસ લીધો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z7SQ0u
via Latest Gujarati News
0 Comments