અમેરિકાના ચીન સાથેના ટ્રેડ વોરનો ભારતને મળ્યો આવો ફાયદો


નવી દિલ્હી,તા.13.એપ્રિલ 2019, શનિવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે શરુ કરેલા ટ્રેડવોરનો ફાયદો ભારતને મળી રહ્યો છે.

એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ભારત દ્વારા ચીનને થતી નિકાસમાં 31 ટકાનો વધારો થયો છે.જેના પગલે ભારતની ચીન સાથેની વેપાર ખાધ 70000 કરોડ રુપિયા ઘટીને હવે 3.7 લાખ કરોડ પર આવી છે. આ આંકડા તાજેતરમાં પૂરા થયેલા 2018-19ના નાણાકીય વર્ષના છે.

ભારત દ્વારા ચીનમાં ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક રો મટિરિયલ, કોટન યાર્ન, ચોખા, પશુઓ માટેનો ચારો, મિલ્ક પ્રોડકટ્સ અને દવાઓની એક્સપોર્ટ કરે છે.

તેની સામે ભારતને ચીનમાંથી થતી આયાતમાં આઠ ટકાનો ઘટાડો થવાના કારણે પણ ફાયદો થયો છે.ચીનમાંથી ભારતની આયાત 4.8 લાખ કરોડ પર પહોંચી છે.

ભારતના કોમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુએ આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે.કોમર્સ મિનિસ્ટ્રીના કહેવા પ્રમાણે ભારતની 603 પ્રોડક્ટસ એવી છે જેની ચીનમાં ડિમાન્ડ છે.જેને લઈને મંત્રાલય દ્વારા તેની નિકાસના પ્રોત્સાહન માટે નવી નીતિ બનાવવામાં આવી રહી છે.

ચીનની અર્થવ્યવસ્થા 11.5 ટ્રિલિયન ડોલરની છે.ભારત કરતા તેનુ અર્થતંત્ર પાંચ ગણુ મોટુ છે.જોકે ચીન સાથે વેપારના મામલે જાપાન ભારત કરતા ઘણુ આગળ છે.બંને દેશો વચ્ચે 300 અબજ ડોલરનો વેપાર થાય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UgTIfw
via Latest Gujarati News

Post a Comment

0 Comments