
નવી દિલ્હી,તા.13.એપ્રિલ 2019, શનિવાર
અલી અને બજરંગબલીના વિવાદમાં સપાના આઝમખાના બાદ બસપાના અધ્યક્ષ માયાવતી પણ કુદી પડ્યા છે.
માયાવતીએ યોગી આદિત્યનાથ માટે કહ્યુ છે કે, એક તરફ લોકો રામના આદર્શોનુ સ્મરણ કરી રહ્યા છે અને બીજી તરફ કેટલાક લોકો ચૂંટણીના સ્વાર્થ માટે અલી અને બજરંગબલીના નામ પર લોકોને ભડકાવી રહ્યા છે.
માયાવતીએ રામનવમીની શુભકામના આપતુ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, લોકોએ ટકરાવ પેદા કરનાર શાસકોથી સાવધ રહેવુ પડશે.
યુપીના સીએમ આદિત્યનાથે તાજેતરમાં નિવેદન આપ્યુ હતુ કે, મહાગઠબંધન પાસે અલી છે તો અમારી પાસે બજરંગ બલી છે.જેના જવાબમાં એક ચૂંટણી સભામાં આઝમખાને નારો લગાવ્યો હતો કે, બજરંગ અલી તોડ દે દુશ્મન કી નલી, બજરંગ અલી લે લો જાલિમો કી બલી
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gku4ms
via Latest Gujarati News
0 Comments