
નવી દિલ્હી,તા.13.એપ્રિલ 2019, શનિવાર
લોકસભા ચૂંટણી પ્રચાર માટે તામિલનાડુ પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ એક સભાને સંબોધતી વખતે તામિલનાડુના કોંગ્રેસી નેતા તેમજ યુપીએ સરકારના પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ પર પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પિતા નાણા મંત્રી બન્યા અને બેટાએ દેશને લૂટી લીધો.જ્યારે પણ તે સત્તામાં આવે છે ત્યારે લૂંટ ચલાવે છે.
પીએમ મોદીએ આ વાત એરસેલ-મેક્સિસ ડીલના અનુસંધાનમાં કહી હતી.આ મામલામાં ચિદમ્બરમના પુત્ર કાર્તિ સામે ભ્રષ્ટાચારનો આરોપ છે.ઈડી દ્વારા તેની તપાસ ચાલી રહી છે અને કોંગ્રેસે કાર્તિને તામિલનાડુમાં ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે.
પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, તામિલનાડુ મહાન નેતા એમજીઆરની સરકારને કોંગ્રેસની કેન્દ્ર સરકારે બરખાસ્ત કરી નાંખી હતી તે બાબતનો ન્યાય કોણ કરશે?ભોપાલ ગેસ કાંડ અને શિખોની હત્યાનો ન્યાય કોણ કરશે?
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ડીએમકે દ્વારા નામદારને પીએમના ઉમેદવાર માનવામાં આવ્યા છે જ્યારે બીજા પક્ષો નામદારને પીએમના ઉમેદવાર તરીકે સ્વીકારવા તૈયાર નથી.તેમન મહામિલાવટી મિત્રો પણ આ માટે તૈયાર નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IvLQVq
via Latest Gujarati News
0 Comments