હું પ્રેગનન્ટ નથી, દીપિકા પાદુકોણે ખુલાસો કર્યો


મુંબઇ તા.13 એપ્રિલ 2019, શનિવાર

મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણે કહ્યું હતું કે હું પ્રેગનન્ટ નથી. આ અંગે મિડિયામાં પ્રગટ થયેલા અહેવાલો સાચા નથી.ગોસિપ કૉલમ લખનારા ગમે તેવાં ગપ્પાં લખી નાખતાં હોય છે.

'હું ગર્ભવતી હોઉં તો એેમાં છૂપાવવા જેવું શું છે ? લગ્ન કર્યા બાદ દરેક સ્ત્રી ક્યારેક ને ક્યારેક તો માતા બને છે. એમાં કશી નવીનતા નથી. પરંતુ આ પ્રકારના રિપોર્ટ કલાકારો પર એક પ્રકારના ઇમોશનલ પ્રેસર જેવા હોય છે. અમે લગ્ન કર્યાં તો ક્યારેક માતાપિતા પણ બનીશું. અત્યારે હું પ્રેગનન્ટ નથી. પ્રેગનન્ટ હોઉં તો શૂટિંગની સાથોસાથ આરોગ્યનું ટેન્શન પણ વધી જાય' એમ દીપિકાએ કહ્યંુ હતું.

હાલ દીપિકા મેઘના ગુલઝારની ફિલ્મ છપાક્ કરી રહી છે જેમાં એસિડ એટેકમાંથી ઊગરી ગયેલી યુવતી લક્ષ્મી અગ્રવાલની સત્યઘટના રજૂ થઇ રહી છે. આ રોલ એકદમ બિનગ્લેમરસ છે છતાં દીપિકાએ આ ફિલ્મ સ્વીકારી છે. તાજેતરમાં એ પ્રોેસ્થેટિક મેકપર સાથે લક્ષ્મી અગ્રવાલ તરીકે પાટનગર દિલ્હીમાં રજૂ થઇ ત્યારે શરૂમાં કોઇ એને પિછાણી શક્યું નહોતું.

એણે કહ્યું કે હું માતા બનવાની હોઇશ ત્યારે તમને જરૂર કહીશ. પરંતુ એ પહેલાં ગમે તેવી ગોસિપ પ્રગટ કરીને ટેન્શન વધારશો નહીં.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IuMdzq
via Latest Gujarati News

Post a Comment

0 Comments