
નવી દિલ્હી,તા.13.એપ્રિલ 2019, શનિવાર
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ બચત ખાતામાં મિનિમમ બેલેન્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.
મિનિમમ બેલેન્સના ભાગરુપે એકાઉન્ટ હોલ્ડરે પોતાના એકાઉન્ટમાં બેન્ક નક્કી કરે તેટલુ બેલેન્સ રાખવુ પડે છે નહીતર બેન્ક ગ્રાહક પાસેથી દંડ વસુલ કરે છે.
એસબીઆઈએ કરેલા ફેરફાર પ્રમાણે મેટ્રો અથવા તો મોટા શહેરોમાં ગ્રાહકોએ દર મહિને એકાઉન્ટમાં ત્રણ હજાર રુપિયા અ્ને નાના શહેરોમાં ગ્રાહકોએ 2000 રુપિયા એકાન્ટમાં રાખવા પડશે.ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોએ 1000 રુપિયા એકાઉન્ટમાં રાખવા પડશે.
જો મિનિમમ બેલેન્સ નહી હોય તો 10 થી 15 રુપિયા અને નાના શહેરોમાં 7-50 રુપિયાથી 12 રુપિયા સુધી કાપવામાં આવશે.ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાહકો માટે પાંચ થી દસ રુપિયાનો દંડ વસુલાશે.
જ્યારે બેન્ક ઓફ બરોડામાં હવે એડવાન્ટેજ બચત ખાતમાં મોટા શહેરોમાં મિનિમમ બેલેન્સ તરીકે 2000 રુપિયા, નાના શહેરોમાં 1000 રુપિયા ત્રણ મહિને રાખવા રાખવા પડશે.મિનિમમ બેલેન્સ નહી હોય તો 200 રુપિયા અને નોન મેટ્રો શઙેરોમાં 100 રુપિયા દંડ થશે.
જોકે બંને બેન્કોએ જનધન યોજના અ્ને બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝીટ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા માટે છૂટ આપી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VIFi9E
via Latest Gujarati News
0 Comments