
નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2019, મંગળવાર
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકિય નેતાઓની જીભ લપસતી હોય છે અને જે કોઇ નવી વાત નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે નરેન્દ્ર મોદીની ટીકા કરતા તેમના પર વ્યક્તિગત પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીને ના તો પત્નિ છે અને ના તો બાળકો, તેવામાં તેઓ પરિવારનું દર્દ શું સમજશે.
શરદ પવારે કહ્યું કે, ઓછામાં ઓછું અમારા લોકોને દિકરીઓ, પત્નિઓ અને સગા-સંબંધી છે જ્યારે વડાપ્રધાન મોદી પાસે આવું કંઇ નથી. અમારી લોકોની જેમ તેમની પાસે પરિવાર ચલાવવાનો અનુભવ નથી. તેથી હું તેમને કહેવા માંગું છું કે તેઓ બીજાના પરિવારમાં દખલ ના કરે.
બીડ જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતા પવારે કહ્યું કે, વડાપ્રધાન આ દિવસોમાં ઘણીવાર મારા પરિવાર અને મારા પર નિશાન સાધે છે પરંતુ પરિવાર કેમ ચલાવાય છે તેમને તેની જાણકરી નથી. સારું રહેશે કે તેઓ પરિવારના મામલે પોતાને દૂર રાખે. વડાપ્રધાન તેમના પરિવાર વિશે વાતો કરવામાં સમય બગાડે છે. તેમણે દુષ્કાળ, ખેડૂતો અને બેરોજગારી પર વાત કરવી જોઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xko9U9
via Latest Gujarati News
0 Comments