
નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2019, મંગળવાર
તમિલનાડૂની વેલ્લોર લોકસભાની સીટ પર ચૂંટણી હાલ માટે રદ્દ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિએ ચૂંટણીપંચની ચૂંટણી રદ્દ કરવાની ભલામણ માની લીધી છે. તમિલનાડૂની વેલ્લોર લોકરસભા સીટ પરથી 18 એપ્રિલના રોજ બીજા તબક્કામાં મતદાન થવાનું હતું. પરંતુ હાલ પુરતું આ મતદાન રદ્દ કરી દેવામાં આવ્યું છે.
વેલ્લોર લોકસભા સીટ પર DMK ઉમેદવારના ઘર અને ઓફિસમાં થોડાં દિવસો પહેલા દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. જે બાદ ચૂંટણી પંચે આ સીટ પર ચૂંટણી રદ્દ કરવાની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી હતી અને જે ભલામણને રાષ્ટ્રપતિએ સ્વીકારી છે. આ સીટ પર ચૂંટણી રદ્દ થવાના કારણે હવે આ સીટ નવો ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XaJ9N0
via Latest Gujarati News
0 Comments