
નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2019, મંગળવાર
ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા એન.ડી.તિવારીના પુત્રનું હાર્ટએટેકથી મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે રોહિત તિવારીને મેક્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા જ્યાં ડોક્ટોરોએ તેમને મૃત જાહેર કર્યાં.
ઉલ્લેખનિય છે કે, રોહિત તિવારીએ થોડાં વર્ષો પૂર્વે દાવો કર્યો હતો કે, તેઓ એન.ડી.તિવારીના પુત્ર છે અને પુત્રના અધિકાર મેળવવા માટે રોહીતે કોર્ટમાં ગયા હતા. વર્ષ 2014માં કોર્ટે એન.ડી.તિવારી અને રોહિતનો DNA ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ રોહિતે જાન્યુઆરી 2017માં ભારતીય જનતા પાર્ટીનું સભ્ય પદ લીધું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DfnaNa
via Latest Gujarati News
0 Comments