શત્રુઘ્ન સિંહાના પત્ની પુનમ સપામાં જોડાયા લખનઉથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા


(પીટીઆઇ) લખનઉ, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર

ફિલ્મ અભિનેતા અને ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિંહાના પત્ની પુનમ સિંહા આજે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની ડીમ્પલ યાદવની હાજરીમાં સપામાં જોડાયા હતા.એવા સમાચાર મળ્યા હતા કે પુનમ સિંહાને ભાજપના નેતા અને કેન્દ્રના મંત્રી રાજનાથ સિંહ સામે લખનઉની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.રાજનાથ સિંહે આજે લખનઉમાંથી ઉમેદવારી પત્ર ભર્યો હતો. 

લખનઉમાંથી તમે ચૂંટણી લડશો? એવા એક સવાલના જવાબમાં પુનમ સિંહાએ સીધો જવાબ આપવાને બદલે કહ્યું હતું કે  ટુંક સમયમાં જવાબ મળી જશે.શું તને રાજનાથ સિંહ સામે ચૂંટણી લડશો? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે 'હા, અચ્છી તરહ સે લડેગેં'.આમ બિહારી બાબુના પત્ની ઉત્તર પ્રદેશમાં આવીને સપાની ટિકિટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે લખનઉ લોકસભાની બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે ૧૮ એપ્રિલ અને મતદાન છટ્ટી મેના રોજ થશે. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પાંચ વખત આ બેઠક પરથી લોકસભામાં ગયા હતા. ૨૦૦૯માં લાલજી ટંડન અને ૨૦૧૪માં રાજનાથ સિંહ ચૂંટણી જીત્યા હતા. સપાના નેતા રવિદાસ મેહરોત્રાએ કહ્યું હતું કે લખનઉથી અમારા ગઠબંધનના ઉમેદવાર પુનમ સિંહા ચૂંટણી લડશે. કોંગ્રેસને અમારી અપીલ છે કે તેઓ તેમની સામે કોઇ ઉમેદવાર ઊભો ના રાખે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UXQH8t
via Latest Gujarati News

Post a Comment

0 Comments