
એક તરફ સરકાર ડિજિટલાઇઝેશન તરફ વળવાના ઢોલનગારા પીટી રહી છે તો બીજી તરફ ભારતમાં થતા ડિજિટલ વ્યવહારો, ફાઇનાન્શીયલ સાયબર ક્રાઇમમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું ખૈંજીઁછભઈ ના એક રિપોર્ટમાં જણાવાયું છે. આ સંસ્થા ૧૩૦ દેશો સાથે સંકળાયેલ છે તેમજ ફોર્ચ્યુન-૫૦૦ કંપની છે. જે પેમેન્ટ પ્રોસેસિંગ, ફાઇનાન્સ-બેંકિંગ સોલ્યુશન ક્ષેત્રે કાર્યરત છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ -
છેલ્લાં એક વર્ષમાં નાણાકીય ગોટાળાની સંખ્યામાં વધારો થયો છે. જેમાં આ પ્રકારનાં ગોટાળાનો ભોગ બનેલા ઉત્તરદાતાઓની ટકાવારી બમણી થઇને ૩૭ ટકા થઇ છે. વળી આ પીડિતોમાં તમામ વય જૂથનાં લોકો સામેલ છે. અન્ય વયજૂથોની સરખામણીમાં ૨૭ થી ૩૭ વર્ષની વયજૂથ ધરાવતાં લોકો સૌથી વધુ આ પ્રકારનાં ગોટાળાનો ભોગ બન્યાં છે.
ભારતીયોએ ડિજિટલ વ્યવહારો અપનાવ્યાં છે, પણ સોશિયલ એન્જિનીયરિંગ અને ફિશિંગ ઇમેલ્સની સંખ્યામાં મોટા પાયે વધારો થયો હોવાથી અંગત માહિતીની વહેંચણી કરવી કે નહીં એ વિશે હજુ શીખી રહ્યાં છે.
ભારતમાં મોબાઈલ એપ્સ, ડિજિટલ પેમેન્ટસની સ્વીકાર્યતામાં વૃદ્ધિ અને નાણાકીય ગોટાળામાં વધારા વચ્ચે મોટો સહસંબંધ છે. ગયા વર્ષ દરમિયાન નાણાકીય ગોટાળાનો ભોગ બનેલા ૯૬ ટકા ભારતીય ગ્રાહકો ચુકવણી રોકડમાં કરવાને બદલે મોબાઇલ એપ અને ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યાં હતાં. જેથી દેશની નાણાકીય સંકલિતતાનાં પ્રયાસો પર નોંધપાત્ર અસર થઇ છે.
'હાલનાં ડિજિટલ બેંકિંગ ક્ષેત્રમાં બેંકો સુરક્ષિત રોકાણ, ગોટાળાનું નિવારણ અને ગ્રાહકની જાણકારી વધારે એ જરૂરી છે. એનાથી વિશ્વનિયતા વધી શકે છે, જે અત્યારે બેંકિંગની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ગ્રાહકોનો પોતાની બેંકમાં વિશ્વાસ લાગણી કે ભાવના નથી, પણ અપેક્ષિત આંકડાઓ પર આધારિત તટસ્થ નિર્ણય છે. જોકે બેંકો સલામત અને સુરક્ષિત વ્યવહારો, ગોટાળાનું નિવારણ અને અંગત માહિતીની પ્રાઇવસી જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે, તો તેઓ ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કરી શકે છે.'
બેંકો શાખાઓને પર્સનલાઈઝ સેવા અને ગ્રાહકોને જોડવા માટેનું માધ્યમ નહીં ગણી શકે. અત્યારે મોબાઇલ એપ્સ ઘણી બેંકો માટે ડિજિટલ 'ફેસ' બની ગઈ છે અને ૪૧ ટકા બેંક વ્યવહારો મોબાઇલ એપ્સ મારફતે થઇ રહ્યાં છે. મોબાઈલ તમામ વયજૂથનાં લોકો માટે ડિફોલ્ટ બેંકિંગ ચેનલ બની ગયો છે. આગળ જતાં ભારતીય ઉપભોક્તાઓ બેંકો પાસવર્ડ-ફ્રી અને બાયોમેટ્રિક-આધારિત બેંકિંગ, વોઇસ બેંકિંગ અને વોલેટમાં રોકાણ કરે એવું ઇચ્છે છે.
જ્યારે કેશ અને કાર્ડ હજુ પણ ચુકવણી કરવા માટે પસંદગીનાં માધ્યમ છે, ત્યારે પેમેન્ટની પદ્ધતિ ઝડપથી બદલાઈ રહી છે. ખાસ કરીને નવી પેઢી (૧૮ થી ૨૬ વર્ષનાં યુવાનોમાં)માં, જેઓ બેંકિંગ પ્રોવાઇડર્સનો મુખ્ય લક્ષિત વર્ગ છે. હકીકતમાં મોબાઇલ સ્વીકાર્યતામાં અમેરિકા, બ્રિટન અને જર્મની કરતાં ભારત ઘણો આગળ છે.
જ્યારે સુવિધાજનક અને યુઝરને અનુકૂળ ઇન્ટરફેસમાં ઝડપથી વૃદ્ધિ થઇ છે, ત્યારે ઓછા ખર્ચનું મોબાઇલ ડેટા જોડાણ અને મર્ચન્ટ સ્વીકાર્યતા મોબાઇલ પેમેન્ટની વૃદ્ધિને આગળ ધપાવે છે. કેશ બેક અને અન્ય પ્રોત્સાહનો ઓફર કરતાં મોબાઇલ વોલેટ્સે પણ સ્વીકાર્યતામાં વધારો કર્યો છે.
- ૩૭ ટકા લોકો નાણાંકીય છેતરપિંડીનો ભોગ બન્યા
- છેતરપિંડીનો સૌથી વધુ ભોગ બનનારામાં ૨૭થી ૩૭ વર્ષના
- ભોગ બનનારા ૯૬ ટકા ગ્રાહકોએ ગયા વર્ષે મોબાઇલ એપ વાપરવાનું બંધ કર્યું
- ૨૮ ટકા યંગસ્ટર્સને બેંકિંગ સેવાથી સંતોષ નથી
- મોટી વયના ૩૫ ટકા લોકોને બેંકિંગ સર્વિસથી અસંતોષ
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ULzsI2
via Latest Gujarati News
0 Comments