
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર
રેલવે સ્ટેશન પર સુરક્ષાની દ્રિેટએ મુંબઈમાં કરોડો રૂપિયા ખર્ચ કરીને પ્રત્યેક રેલવે સ્ટેશન પરિસરમાં કેમેરા બેસાડવામાં આવ્યાં છે. તેમ છતાંય ગુનાઓમાં કોઈ પણ કમી આવવાની બદલે વધારો થયો છે. કારણ છ વર્ષમાં આઠ કરોડ ૨૮ લાખ ૨૪ હજાર ૩૯૯ રૂપિયાની કિંમતના સોનાના ઘરેણાં ચોરાયા હોવાની માહિતી આરટીઆઈ કાર્યકતાને જીઆરપી (ગવર્મેન્ટ રેલવે પોલીસ) વિભાગ પાસેથી મળી હતી.
આરટીઆઈ કાર્યકર્તાએ જીઆરપી વિભાગ પાસેથી ૨૦૧૩થી ૨૦૧૮ સુધીમાં મુંબઈના ઉપનગરીય રેલવે હદમાં કેટલાં ચેઇન સ્નેચિંગના ગુનાની નોંધ થઈ છે. તેમ જ કેટલાંક ગુનાનો ઉકેલ આવ્યો છે. તેમ જ કેટલી કિંમતની માલમતા ચોરી થઈ છે. તેમ જ પોલીસને કેટલી કિંમતની માલમતા જપ્ત કરી છે. આ બાબતે માહિતી આરટીઆઈ હેઠળ માગવામાં આવી હતી.
જીઆરપી વિભાગે માહિતી આપ્યા અનુસાર મુંબઈમાં પહેલી જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં કુલ ૨૦૮૪ ગુના નોંધાયા હતા અને કુલ મળીને આઠ કરોડ ૨૮ લાખ ૨૪ હજાર ૩૯૯ રૂપિયવાની કિંમતની માલમતા ચોરી થઈ હતી. તેમ જ ફક્ત ૮૬૦ ગુનાનો ઉકેલ આવ્યો હોવાથી પોલીસ ફક્ત ૩ કરોડ ૩૨ લાખ ૩૯ હજાર ૯૨૧ રૂપિયાની માલમતા પાછી મેળવવામાં સફળતા હાથ લાગી છે. એટલે માત્ર ૪૦ ટકા કિંમતની માલમતા મળી છે.
૨૦૧૩ની સાલમાં ૬૨ ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા હતા, જેમાં કુલ ૨૦ લાખ ૩૭ હજાર રૂપિયાની કિંમતની માલમતા ચોરાઈ હતી. આમાંથી ૧૭ ગુનાનો ઉકેલ આવ્યો હતો અને ૬ લાખ ૯૩ હજાર રૂપિયાની મામલતા પાછી મળી હતી. ૨૦૧૪માં કુલ ૭૩ ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા હતા અને ૨૩ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હતી. આમાંથી ૩૧ ગુનાનો ઉકેલ આવ્યો હતો અને ૯ લાખની માલમતા પાછી મળી હતી.
૨૦૧૫માં ૨૪૪ ગુના નોંધાયા હતા અને ૮૬ લાખની માલમતા ચોરી થઈ હતી, જ્યારે ૭૭ ગુનાનો ઉકેલ લાવીને ૨૨ લાખ રૂપિયાની માલમતા પાછી મેળવી હતી. ૨૦૧૬માં ૩૦૯ ગુના નોંધાયા હતા અને ૧ કરોડ ૨૦ લાક રૂપિયાની માલમતા ચોરાઈ હતી, જેમાંથી ૧૨૩ ગુનાનો ઉકેલ આવ્યો હતો અને ૩૩ લાખ રૂપિયાની માલમતા પાછી મેળવી હતી.
૨૦૧૭માં કુલ ૩૪૧ ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા હતા અને ૧ કરોડ ૪૨ લાખ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હતી. કુલ મળીને ૧૨૮ ગુનાનો ઉકેલ આવ્યો હતો અને ૪૦ લાખ રૂપિયાની માલમતા પાછી મેળવામાં સફળતા હાથ લાગી હતી. ૨૦૧૮ની સાલમાં ૩૧૪ ચેઇન-સ્નેચિંગના ગુના નોંધાયા હતા અને ૧ કરોડ ૪૯ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હતી. જેમાંથી ૮૦ ગુનાના ઉકેલ આવ્યા હતા અને ૩૦ લાખ રૂપિયાની માલમતા પાછી મેળવી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZDG6Pf
via Latest Gujarati News
0 Comments