આ આયુર્વેદિક ટીપ્સ તમારા લિવરને રાખશે હેલ્ધી


નવી દિલ્હી, 19 એપ્રિલ 2019, શુક્રવાર

લિવર આપણા શરીરનું અત્યંત મહત્વનું અંગ છે. શરીર માટે લિવર ઈન્જીન જેવું કામ કરે છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેને સારી રીતે પચાવવા માટે લિવર સૌથી મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ દોડધામ ભરેલી દિનચર્યાના કારણે આપણે શરીરના આ મહત્વના અંગનું ધ્યાન રાખતા નથી અને તેની સંભાળ પણ લેતા નથી. લિવર આપણા રક્તને પણ શુદ્ધ કરે છે. શરીરના રક્તમાં જે વિષૈલા પદાર્થો પ્રવેશે છે તે લિવરને નુકસાન પહોંચાડે છે અને તેને નિષ્ક્રિય કરી લિવર પ્રોટીન બનાવે છે. લિવર શરીરમાં વિટામિન, બી12, ગ્લૂકોઝ અને આયરનને એકત્ર કરવાનું કામ પણ કરે છે. 

જો લિવર ખરાબ થાય તો તેની સીધી અસર શરીર પર થાય છે. લિવર ખરાબ હોય તો ત્વચા રુક્ષ થવી, ખીલ થવા, બળતરાની સમસ્યા થવા લાગે છે. એટલા માટે જ લિવરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો લિવરમાં કોઈ કારણોસર ઈન્ફેકશન લાગે તો થાક, કોલેસ્ટ્રોલ, પાચનની સમસ્યાઓ થાય છે. આપણે આપણા લિવરને આયુર્વેદના કેટલાક ઉપાયો કરી સ્વસ્થ રાખી શકીએ છીએ.

લસણ

લસણ લિવર માટે ખૂબ લાભકારી છે. લસણમાં જે તત્વ હોય છે તે લિવરમાંથી વિષૈલા પદાર્થોને દૂર કરે છે અને એંજાઈમને સક્રીય કરે છે. તેમાં સેલેનિયમ પણ હોય છે જે એન્ટીઓક્સિડેન્ટની પ્રક્રિયાને પ્રભાવી બનાવે છે અને લિવરને સાફ કરવામાં મદદ કરે છે. 

ગાજર

ગાજરનું સેવન કરવાથી પણ લિવર સ્વસ્થ રહે છે. ગાજર લિવરની બીમારીને ફેલાતા અટકાવે છે. ગાજરનો જ્યૂસ પીવાથી લિવર પર આવેલો સોજો દૂર થાય છે. લિવર સિરોસિસમાં પાલખ અને ગાજરનો જ્યૂર પીવાથી લાભ થાય છે. 

સફરજન

સફરજન આમ તો સંપૂર્ણ સ્વસ્થ શરીર માટે જરૂરી છે પરંતુ લિવર માટે તે ઉત્તમ ફળ છે. સફરજનમાં રહેલા તત્વો પાચનક્રિયાને સરળ બનાવે છે. 

અખરોટ

અખરોટમાં એમિનો એસિડ હોય છે જે પ્રાકૃતિક રીતે લિવરને ડિટોક્સ કરે છે. તેથી તેનું સેવન પણ નિયમિત કરવું જોઈએ.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં જે એન્ટીઓક્સિડેંટ હોય છે તે લિવરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તેથી દૂધવાળી ચા પીવાને બદલે ગ્રીન ટી પીવી જોઈએ.

લીલા શાકભાજી

લીલા શાકભાજી રક્તમાં રહેલા વિષાક્ત પદાર્થોને દૂર કરે છે અને લિવરને મજબૂત બનાવે છે. 

હળદર

હળદર ગુણોનો ખજાનો છે. લિવર માટે હળદર ચમત્કારી દવા સાબિત થઈ શકે છે. લિવર માટે હળદર પ્રાકૃતિક ડીટોક્સિફાયરનું કામ કરે છે.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IIlnUo
via Latest Gujarati News

Post a Comment

0 Comments