ઈંટરનેટનો ઉપયોગ કરતા યૂઝર્સ રહે સાવધાન, આ સમસ્યાનું નથી કોઈ સમાધાન


નવી દિલ્હી, 19 એપ્રિલ 2019, શુક્રવાર

ભારતના 60 ટકા સંગઠનો માને છે કે સાયબર સુરક્ષાના દ્રષ્ટિકોણથી ઈંટરનેટ અસુરક્ષિત છે. એક રીપોર્ટ અનુસાર ભારતના મોટાભાગના પ્રતિભાગી માને છે કે જ્યાં સુધી ઈંટરનેટ સુરક્ષામાં નાટકીય સુધારો નહીં થાય ત્યાં સુધી ડિજિટલ અર્થવ્યવસ્થાની પ્રગતિમાં પણ સમસ્યા નડશે. 

સાયબર હુમલાના કારણે દુનિયાભરની કંપનીઓને આગામી 5 વર્ષમાં 5200 અરબ ડોલરનું નુકસાન સહન કરવું પડી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર સાયબર અપરાધિઓની આવડતની સરખામણીમાં ઈંટરનેટ સુરક્ષા પાછળ રહી ગઈ છે. આ સમસ્યાના કારણે લોકોનો વિશ્વાસ ડિજિટલ અર્થવ્યવસ્થા પરથી પણ ઉઠી જશે. આ નિષ્કર્ષ દુનિયાભરના 1700થી વધારે મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને અન્ય સી સૂઈટ અધિકારીઓના સર્વેક્ષણના આધારે કાઢવામાં આવ્યું છે. જેમાં ભારતની મોટી મોટી કંપનીઓના 100 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gulj9k
via Latest Gujarati News

Post a Comment

0 Comments