પાકમાં વધુ એક હિન્દુ યુવતીનુ અપહરણ, ધર્માંતરણ કરાવાયુ, હિન્દુઓના હાઈવે પર દેખાવો


નવી દિલ્હી,તા.19.એપ્રિલ 2019, શુક્રવાર

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓનુ બળજબરથી ધર્માંતરણ કરવાના કિસ્સા અટકવાનુ નામ નથી લઈ રહ્યા.

સિંધ પ્રાંતમાં રીના અને રવિના નામની બે હિન્દુ યુવતીઓનુ અપહરણ કરીને તેમને બળજબરથી મુસ્લિમ બનાવવાનો કિસ્સો તાજ જ છે ત્યારે હવે પંજાબ પ્રાંતના પ્રભાવશાળી ગણાતા વેપારી તાહિર તામરીએ પોતાના પિતા અને બે ભાઈઓની મદદથી એક હિન્દુ કિશોરીનુ અહરણ કરીને તેનુ ધર્માઁતરણ કરાવ્યુ છે.

આ ઘટનાના વિરોધમાં હિન્દુઓએ ઈમરાનખાન સરકાર પર દબાવ બનાવવા માટે હાઈવે પર ચક્કાજામ કરીને દેખાવો પણ કર્યા હતા.

નૈના નામની 17 વર્ષની યુવતીને તેના પરિવારને પાછી સોંપવા માટે હિન્દુઓ માંગ કરી રહ્યા છે.તેના પિતા રઘુરામે કરેલી પોલીસ ફરિયાદ પ્રમાણે 13 માર્ચે 6 વ્યક્તિઓએ મારી પુત્રીનુ અહપણ કર્યુ હતુ.જેમાં મુખ્ય આરોપી તાહિર તામરી મારી પુત્રીને કરાચી શહેરના બંદર પર લઈ ગયો હતો.14 માર્ચે એક સમારોહમાં મારી પુત્રી પાસે બળજબરથી ઈસ્લામ ધર્મ અંગિકાર કરાવાયો હતો.નૈનાને એ પછી નૂર ફાતિમા નામ આપીને તાહિર સાથે લગ્ન કરાવાયા હતા.

નૈનાના પિતાનો આરોપ છે કે, મારી પુત્રીને ઈસ્લામ સ્વીકારવા મજબૂર કરાયા બાદ તેનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર અપલોડ કરાયો છે.

રાબેતા મુજબ પાકિસ્તાની પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.એ પછી હિન્દુઓ પ્રદર્શન કરીને વિરોધ કરી રહ્યા છે.યુવતીના માતા પિતાને કહેવુ છે કે, જો અમને ન્યાય નહી મળ્યો તો અમે અમારા ઘરને આગ લગાડી દઈશું.

પોલીસે તેમને ભરોસો આપ્યો છે કે, યુવતીને શોધવા માટે તમામ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે અને પોલીસની એક ટીમ કરાચી પણ મોકલવામાં આવી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IsQmor
via Latest Gujarati News

Post a Comment

0 Comments