માલેગાંવ બ્લાસ્ટના પીડિતની કોર્ટ સમક્ષ માંગ, સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી પર રોક લગાવાય


નવી દિલ્હી,તા.19.એપ્રિલ 2019, શુક્રવાર

માલેગાંવ બ્લાસ્ટના એક પીડિતના પિતાએ ભોપાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારી પર રોક લગાવવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી છે.

2008માં થયેલા માલેગાંવ બ્લાસ્ટમાં પોતાના પુત્રને ગુમાવનાર પિતા નિસાર સઈદે ઉમેદવારીને પડકારીને સાધ્વીના સ્વાસ્થ્ય સામે સવાલો ઉભા કર્યા છે.તેમણે મુંબઈમાં એનઆઈએ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે, પ્રજ્ઞા ઠાકુર બીમારીના કારણે જામીન પર છે, માટે તેમની ઉમેદવારી પર રોક લગાવવામાં આવે.ખરાબ સ્વાસ્થ્યના કારણે જામીન માંગનાર સાધ્વી આકરા તાપમાં પ્રચાર કરી રહ્યા છે.સાધ્વીએ કોર્ટને ગેરમાર્ગે દોરી છે.

આ મામલામાં કોર્ટે એનઆઈએ અને સાધ્વી પ્રજ્ઞા પાસે જવાબ માંગ્યો છે.કોર્ટે સોમવારે વધુ સુનાવણી રાખી છે.નોંધનીય ચે કે, સાધ્વી પ્રજ્ઞાને કોંગ્રેસની યુપીએ સરકારે માલેગાંવ બ્લાસ્ટના આરોપી બનાવી જેલમાં ધકેલ્યા હતા.હાલમાં તે જામીન પર છે.એનઆઈએ દ્વારા સાધ્વીને ક્લીન ચીટ અપાઈ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UGMdUa
via Latest Gujarati News

Post a Comment

0 Comments