સોશ્યલ મિડિયા પર ફરદીન ખાનની આકરી ટીકા થઇ


મુંબઇ તા.19 એપ્રિલ 2019, શુક્રવાર

હિ મેન જેવી ઇમેજ ધરાવતા સદ્ગત અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાનની તાજેતરમાં સોશ્યલ મિડિયા પર જોરદાર ટીકા થઇ હતી.

છેલ્લે આઠ નવ વર્ષ પહેલાં દૂલ્હા મિલ ગયા ફિલ્મ કરી હતી. ત્યાર બાદ એ ફિલ્મોમાં દેખાતો ઓછો થઇ ગયો. ફિરોઝ ખાનના અવસાન પછી એ પિતાનો બિઝનેસ સંભાળતો થઇ ગયો. એ સામે કોઇને વાંધો વિરોધ ન હોઇ શકે.

પરંતુ એ દરમિયાન એ ખાવા પીવામાં અને વર્ક આઉટ કરવામાં એટલો બધો બેદરકાર થઇ ગયો કે જાડિયો પાડિયો થઇ ગયો. સોશ્યલ મિડિયા પર એનો ફોટો રજૂ થયો ત્યારે લોકોએ એની આકરી ટીકા કરી. 

જો કે એ પોતાની પત્ની નતાશા અને બહેન સુઝૈન સાથે એક ઇવેન્ટમાં ગયો ત્યાં પોતાની સ્થૂળતા વિશે ટકોર કરનારા લોકો પર બગડયો હતો. એણે કહ્યું કે હું જે છું તે છું. રોજ મારી જાતને આયનામાં જોઉં છું. મને મારા વ્યક્તિત્વનો બરાબર ખ્યાલ છે. તમે શા માટે મારી પીછળ પડી જાઓ છો ? હવે હું ફિલ્મોમાં તો દેખાતો નથી. અંગત જીવનમાં જેવો છું તેવો છું.મારું વજન વધે એની ચિંતા તમારે કરવાની કોઇ જરૃર નથી, સમજ્યા ?

એને ગુસ્સે થયેલો જોઇને હાજર રહેલા સૌએ મૌન સેવ્યું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2veAUng
via Latest Gujarati News

Post a Comment

0 Comments