
મુંબઇ તા.19 એપ્રિલ 2019, શુક્રવાર
અભિનેત્રી કમ ટીવી એન્કર નેહા ધૂપિયાએ પોતાની પુત્રી મહેરનો ફોટોગ્રાફ પહેલીવાર સોશ્યલ મિડિયા પર શૅર કર્યો હતો. એને જોરદાર આવકાર પણ સાંપડયો હતો.
ઇન્સ્ટાગ્રામ પર મહેરનો ફોટોગ્રાફ શૅર કરતાં નેહાએ લખ્યું, એની ફેવરીટ પ્લેસ એટલે પપ્પાનો ખભો...આ ફોટામાં અંગદ બેદી બારીની બહાર જોઇ રહ્યો છે ત્યારે એના ખભા પર બેઠેલી મહેર કેમેરા સામે જોઇ રહી છે. એટલે કે એને અત્યારથી પોતાના ફોટોગ્રાફ પડાવવાની મજા પડે છે.
ગયા વર્ષના મે માસની 1૦મીએ અંગદ અને નેહાએ ઓચિંતા લગ્ન કરી લીધાં ત્યારેજ નેહા પ્રેગનન્ટ હોવાની ગંધ મિડિયાને આવી ગઇ હતી. બરાબર પાંચ મહિના પછી નવેંબરની 18મીએ મહેર જન્મી હતી. હવે એ પાંચ માસની થઇ ચૂકી છે અને સૌને ગમે એવી રમતિયાળ પણ થઇ ગઇ છે.
નેહાએ લાંબા સમયથી બોલિવૂડની કોઇ ફિલ્મ કરી નથી. જો કે એનો ટીવી ચેટ શો નો ફિલ્ટર નેહા હિટ જાય છે. બોલિવૂડની ઘણી સેલેબ્રિટિઝ એમાં રજૂ થઇ ચૂકી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pjs3cQ
via Latest Gujarati News
0 Comments