કોંગ્રેસી નેતાએ છેડતી કર્યા બાદ પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું


નવી દિલ્હી તા.19 એપ્રિલ 2019 શુક્રવાર

ગુરૂવાર રાત સુધી કોંગ્રેસની રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે જાણીતી પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તેણે ગુરૂવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. ટ્વીટર પરથી એણે પોતાના નામ સાથે લખાયેલું કોંગ્રેસની રાષ્ટ્રીય પ્રવક્તા શબ્દો દૂર કર્યા હતા.

ગુરૂવારે  જ પ્રિયંકાએ ખુલ્લેઆમ એવો આક્ષેપ કર્યો હતો કે કેાંગ્રેસ મોવડી મંડળ ગુંડાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. વરસો સુધી પક્ષ માટે પસીનો વહાવનારા કાર્યકરોની કોઇ કદર થતી નથી. બીજી બાજુ ગુંડાઓ અને માથાભારે લોકોને મોવડી મંડળ છાવરે છે. 

વાતનું મૂળ ગયા સપ્ટેંબરમાં બનેલી એક ઘટનામાં હતું. રાફેલ વિવાદ વકરી રહ્યો હતો ત્યારે પ્રિયંકા મથુરામાં રાફેલ વિશે નિવેદન આપવા ગઇ હતી. મથુરાના કોંગ્રેસ સદનમાં બે પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચે મારામારી ચાલતી હોવાથી એણે પોતે જે હૉટલમાં ઊતરી હતી ત્યાંજ મિડિયા સાથે વાત કરી હતી. એ સમયે એક માથાભારે કોંગ્રેસીએ એની છેડછાડ કરી હતી.

 પ્રિયંકાએ એ વિશે મોવડી મંડળને ફરિયાદ કરી હતી પરંતુ લોકસભાની ચૂંટણી માથા પર હોવાથી મોવડીમંડળે કોઇ પગલા લીધાં નહોતાં.

ટ્વીટર પર પ્રિયંકાને ટેકો આપતાં ઘણા લોકોએ કોંગ્રેસ મોવડી મંડળની ટીકા કરી હતી કે પ્રિયંકા સાચું બોલે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V9gsCz
via Latest Gujarati News

Post a Comment

0 Comments