
લોસ એંજલ્સ તા.19 એપ્રિલ 2019, શુક્રવાર
અભિનેત્રી ડેનિસ રિચર્ડ વિજ્ઞાાન આધારિત કથા ધરાવતી ફિલ્મ ટાઇમક્રાફ્ટર્સઃ ધ ટ્રેઝર ઑફ પાઇરેટ્સ કોવમાં ચમકશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
વેરાયટી ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ પાઇરેટ્સ કોવ નામના એેક ગામનાં બાળકો પાસેથી મળેલા નકશાના આધારે ટાઇમ ટ્રાવેલિંગ દરિયાખેડુ ખજાનાની શોધમાં નીકળે છે એવી ફ્રેન્ચાઇઝી બનાવવાની ફિલ્મ સર્જકોની ઇચ્છા છે. એમાં આ ફિલ્મ પહેલી કડી છે. ડેનિસને મુખ્ય રોલ માટે સાઇન કરવામાં આવી હતી. એ આ ફિલ્મમાં સિંગલ મધરનો રોલ કરે છે.
જો કે ખલાસીઓએ આધુનિક ટેક્નોલોજીની મદદ વડે આગળ વધવું પડે છે કારણ કે ત્રણસો વર્ષ પહેલાં મધદરિયે વીજળી પડતાં તેમણે સમયને 3૦0વર્ષ ફાસ્ટ ફોરવર્ડ કરીને પોતે ગુમાવેલો નકશો મેળવવાના પ્રયાસો કરવા પડે છે અને એ રીતે વાર્તા આગળ વધે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dknnio
via Latest Gujarati News
0 Comments