ચૂંટણી પંચના લાપતા નોડલ ઓફિસર સાત દિવસની તપાસ બાદ હાવડામાંથી મળી આવ્યા


(પીટીઆઈ) કોલકાતા, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર

પશ્ચિમ બંગાળ સીઆઈડીએ કૃષ્ણાનગરમાં સાત દિવસ પહેલા ગાયબ થયેલા ચૂંટણી પંચના એક નોડલ અધિકારીને હાવડામાં એક ઘરમાંથી શોધી કાઢ્યા છે. આઈપીએસ અધિકારીએ જણાવ્યા મુજબ નોડલ અધિકારી અર્નબ રોયને તેમના મોબાઈલ ફોન લોકેશનને આધારે શોધી કાઢવામાં આવ્યા છે. સીઆઈડીએ અધિકારીએ જણાવ્યા મુજબ ગુરુવારે સવારે હાવડા ખાતે આવેલા એક ઘરમાંથી રોયને શોધી કાઢવામાં આવ્યા હતા અને તેઓ સલામત છે. વધુમાં તેમણે અર્નબ રોય થાકી ગયા હોય તેમ લાગી રહ્યા હોવાનું જણાવ્યું. 

અર્નબનું અપહરણ થયું હતું કે તેઓ જાતે જ સંતાયા હતા તે સવાલના જવાબમાં સીઆઈડી અધિકારીએ તેઓ હકીકતમાં શું બન્યું હતું તે જાણવા વાત કરશે તેમ કહ્યું. ૩૦ વર્ષીય નોડલ ઓફિસર રાણાઘાટ સંસદીય બેઠક પર ઈવીએમ અને વીવીપેટના પ્રભારી હતા અને તેમને કૃષ્ણાનગરમાં તૈનાત કરવામાં આવ્યા હતા. ગત ૧૮ એપ્રિલના રોજ અર્નબ પોતાના સત્તાવાર આવાસથી ઓફિસ જવા માટે પોતાના વર્તમાન કાર્યસ્થળ બિપ્રદાસ ચૌધરી પોલિટેકનિક કોલેજ પહોંચ્યા હતા અને ત્યાર બાદ ત્યાંથી ગાયબ થયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VuvGT1
via Latest Gujarati News

Post a Comment

0 Comments