(પીટીઆઇ) નવી દિલ્હી, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ સામે જાતીય સતામણીના આરોપ મૂકનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ મહિલા કર્મચારી આજે પેનલ સમક્ષ હાજર થયા હતાં.
ત્રણ સભ્યોની બનેલી આ સમિતિમાં ત્રણ સભ્યો છે. આ સમિતિનું નેતૃત્ત્વ ન્યાયમૂર્તિ એસ એ બોબડે કરી રહ્યાં છે. આ સમિતિમાં બે મહિલા જજ ઇન્દુ મલ્હોત્રા અને ઇન્દિરા બેનર્જા પણ સામેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ન્યાયમૂર્તિ એસ એ બોબડેના ચેમ્બરમાં આજે પ્રથમ સુનાવણી કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સેક્રેટરી જનરલ આ કેસથી સંબધિત તમામ દસ્તાવેજો અને સામગ્રીની સાથે સમિતિની સામે હાજર થયા હતાં. જો કે આ કેસની સુનાવણી દરમિયાન જજો સમક્ષ ફક્ત ફરિયાદકર્તા જ હાજર હતાં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UL67IJ
via Latest Gujarati News
0 Comments