નવી દિલ્હી, તા. 6. એપ્રિલ 2019 શનિવાર
દેશમાં આજે અલગ અલગ તહેવારોનુ સેલિબ્રેશન થઈ રહ્યુ છે.ઉત્તર ભારતમાં નવરાત્રી તો મહારાષ્ટ્રમાં ગૂડી પડવાના પર્વની ઉજવણી થઈ રહી છે.
જમ્મુ કાશ્મીરમાં આજનો દિવસ નવરેહ તરીકે મનાવવામાં આવે છે.જોકે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કાશ્મીરી પંડિતોને આ દિવસની શુભેચ્છા પાઠવવામાં બાફ્યુ હતુ.
પ્રિયંકા ગાંધીએ નવરેહની જગ્યાએ નવરોઝની શુભેચ્છાઓ પાઠવી હતી.જે ખરેખર પારસીઓનો તહેવાર છે. પ્રિયંકાએ ટ્વિટ કર્યુ હતુ કે, મારા કાશ્મીરી ભાઈઓ અને બહેનોને નવરોઝ મુબારક.જોકે ટ્વીટર પર યુઝર્સે નવરોઝ વાંચીને પ્રિયંકા ગાંધીની ટીકાઓ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U17NNU
via Latest Gujarati News
0 Comments